Home Uncategorized આપણાં કુટુંબોમાં માત્ર લક્ષ્મી જ કેમ આવે છે? સરસ્વતી કે શક્તિ કેમ...

આપણાં કુટુંબોમાં માત્ર લક્ષ્મી જ કેમ આવે છે? સરસ્વતી કે શક્તિ કેમ અવતરતા નથી?

282
0
આર્ટીકલ શેર કરો:

ખરેખર દિકરી હોવું ખુબ ગૌરવની વાત છે. દિકરી જેટલી સુંદર વસ્તુ દુનિયામાં બીજી કંઈ છે જ નહીં. એક સત્ય એ છે કે એક ભણેલી- ગણેલી દિકરીથી વધારે તમે કોઈ પરીવારને કંઈ આપી શકો જ નહીં. પણ બીજું સત્ય એ પણ છે કે દિકરી જન્મતાની સાથે ઘરમાં લક્ષ્મી તો આવે છે પણ તેની સાથે મા-બાપને સ્ટ્રેસ પણ આવી જાય છે.આ સ્ટ્રેસ વિશે વાત કરીએ તો મને એવું લાગે છે કે દિકરીનો ઉછેર જન્મતાની સાથે જ ખોટો થઈ રહ્યો છે, કેમ કે જન્મતાની સાથે તેના મનમાં એક વાત ભરાવી દેવામાં આવે છે કે પારકે ઘરે જશે, પારકે ઘરે જશે. દિકરી તો દાનમાં આપવાની વસ્તું છે, તેનું કન્યાદાન થશે અને આપેલું દાન ક્યારેય પાછું લેવાતું નથી.

આવી હલકી માનસિકતા સાથે પરિવારમાં દિકરીનો ઉછેર કરવામાં આવે છે. અરે…..!!!!! દિકરીને પારકા ઘરની જગ્યાએ એ વસ્તુ શિખવવી જોઈએ કે તે તારું પોતાનું ઘર છે અને આ પણ તારું પોતાનું ઘર છે. તારે ખુશ થવું જોઈએ કે તારી પાસે બે ઘર છે. દિકરીને આપો એટલું ઓછું છે.દિકરીના જન્મ સાથે લક્ષ્મી તો આવે છે પણ પછી મનમાં એ જ વિચાર આવે છે લક્ષ્મી હવે જતી રહેવાની, આને દહેજ આપવું પડશે, લગ્ન કરાવવા પડશે, ખર્ચો કરવો પડશે. ખરેખર માણસોની માનસિકતા અને વાસ્તવિકતા બંને ખુબ અલગ છે.

હમણા થોડા સમય પહેલા મારા એક નજીકના મિત્રએ જ મને વાત કરી કે મારા પપ્પાની સામે મારી પત્ની જીન્સ નથી પહેરતી, જો પપ્પા હોલમાં હોય તો તેમને કહેવામાં આવે કે તમે અંદર જતા રહો અને મારી પત્ની રુમમાં જતી રહે પછી જ પપ્પા હોલમાં આવે. તમે તમારી દિકરીના લગ્ન કરાવીને તમારી જીંદગીનું સૌથી મોટું કામ તો પતાવી દો છો પણ શું તમે જાણો છો કે તે ઘરમાં તમારી દિકરી કયા ભાવમાં તોલાઈ રહી છે. ઘર સારું છે, લોકો સારા છે, જમાઈ કમાય છે, ઘરમાં એસી અને ગાડી છે અને બધું પૈસે ટકે સુખી છે આટલું જોઈને મા-બાપ પરણાવી દે છે. પણ ક્યારેય એ વિચાર્યું છે કે છોકરો કેવો છે. તેનો સ્વભાવ કેવો છે, તમારી દિકરી સાથે તે ચાલશે કે નહીં. તમે જોયું હશે દિકરીના લગ્ન કરવાના હોય ત્યારે મા-બાપને બોલતા શરમ પણ નથી આવતી કે ‘મારી દિકરીને જોવા આવે છે’. અરે… જોવા આવે છે તો 100 રુપિયા ટીકીટ રાખી દો. તમારી દિકરી તમારી સંપતિ છે, કોઈ પ્રોડક્ટ નથી કે શણગારીને અને સમજાવીને લોકો સમક્ષ રજુ કરશો.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

લગ્ન પછી પણ 25 વર્ષ એકબીજાથી અલગ ઘરમાં ઉછરેલા વ્યક્તિઓ વચ્ચે ઝગડા થાય તે સ્વભાવિક વાત છે. પણ જો લાગણીઓ ખુટી જાય તો રહેવું અશક્ય છે. ઘણા મા-બાપને મેં કહેતા સાંભળ્યા છે અમારે વેવાઈને ત્યાં પૈસે ટકે સુખી છે એટલે મારી દિકરીને હવે જોબ કરવાની જરૂર નથી. સાસરીયા વાળા કહે કે અમે વહુને જોબ પર મોકલશું તો ગામ શું કહેશે? આવા દરેક મા-બાપ અને દરેક સાસુ-સસરાને મારે કહેવું છે કે તમારી દિકરી કે તમારી પુત્રવધુને તેની પોતાની અંગત જરૂરિયાત પણ છે.

તેના સેનેટરી પેડથી માંડીને અઁડરવેર લેવા માટે પણ તેને તેના પતિ પાસે પૈસા માંગવા પડે છે તે તેને ગમતું નથી. તે પોતાના માટે કમાય છે. દરેક મા-બાપને એક વિનંતી છે કે દિકરીના લગ્નમાં કે પ્રિ વેડીંગમાં ખર્ચ કરો, ગામને જમાડો અને જલસા બતાવો તેના કરતા થોડા ઘણા પૈસા દિકરીના ફિક્સ ડિપોઝીટમાં મુકશો તો તમારી દિકરીને કોઈ પાસે વસ્તુ લેવા માટે કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે. ખરેખર દિકરીઓ ખુબ વધારે સમજે છે. આજના દિકરી દિવસે મારી તમામ દિકરીઓને એક જ વિનંતી છે કે ચાલશે, ભાવશે અને ફાવશેમાં બધી વખતે હા પાડવા કરતા ઘણી વખત દિલ કહે તેમ કરવું જોઈએ. કેમ કે ખુશ રહેવું એ દરેક દિકરીઓનો અધિકાર છે.
– Ruchi lunagariya


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here