આપ પણ વીરના મેચ હોઈ શકો છો…અને વીરને સ્ટેમસેલ આપીને નવજીવન આપી શકો છો…જાણો અહીં…

fearlessvoice

ભારતમાં દર વર્ષે ઘણા બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે અને અમુક બાળકો ને બ્લડ ની બીમારી હોઈ છે અને તેમાં પણ અમુક બાળકો તો નાની વયે જ મૃત્યુ પણ પામે છે પરંતુ જો આ બ્લડ ની બીમારી ને દૂર કરવી હોય તો તે બાળક ના સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે છે અને તે પણ તેના જિનેટિક મેચ થતા હોય તેવા સ્વસ્થ વ્યક્તિના તો આપ પણ કોઈના જિનેટિક મેચ થઈ ને સ્ટેમસેલ આપી ને નવજીવન આપી શકો છો..

તમે વીરનો મેચ હોઈ શકો

વીરને તાત્કાલિક મદદની જરૂર છે! દાત્રી વીરની સાથે છે આવો આ કાર્યમાં જોડાવ અને આપણી લાળ નું સેમ્પલ રજિસ્ટ્રેશન કરાવી આપ પણ મેચ બની શકો છો…

કદાચ તમે વીર અથવા વીર જેવા અન્ય કોઈના સાચા જીવનદાતા હોઈ શકો અને કોઈનું જીવન બચાવી શકો.
તમે, તમારા કુટુંબ અને મિત્રોને રજિસ્ટર કરવા અને આ જીવન બચાવવાના મિશન માં ભાગ લો.

થેલેસેમિયા મેજર બાળક , બ્લડ કેન્સર જેવા રોગો તેમને બ્લડ બનતું હોતું નથી અને દર મહિને – 2 મહિને બ્લડ ચડાવવું પડે છે. આથી તેમની જીવવાની ઉંમર બ્લડ કેન્સર થયા પછી 5-7 વર્ષ અને થેલેસેમિયા મેજર બાળક 20 વર્ષ સુધી જીવે છે.

આ બીમારીનું જો સોલ્યુશન લાવવું હોય અને બાળક કે બ્લડ કેન્સર ના પેશન્ટ ને બચાવવો હોય તો તેમને પોતાના જિનેટિક મેચર સ્ટેમસેલ ની જરૂરિયાત પડે જો તે તેમને મળે તો તેમની જિંદગી બચી જાય છે. અને રોગ નાબૂદ થઈ જાય છે.

સ્ટેમસેલ ડોનેશન માટે ભારતમાં 2009 માં દાત્રી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનું વડુ મથક ચેન્નઈ માં આવેલું છે. અને ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલું છે. શરૂઆતમાં 3000 દાતાઓનું સેમ્પલનું રજીસ્ટ્રેશન થયું હતું. અને અત્યારે 5 લાખ ડોનર રજીસ્ટર થયેલા છે. અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ૧૧૨ સહિત કુલ 700 થી વધુ ડોનેશન ભારતમાંથી થયા છે. અને તેમાં ગુજરાત માંથી 80 થી વધુ ડોનેશન થયા છે.

મેચર મળે કઈ રીતે??

દર્દીનો મેચર શોધવા એક દાત્રી સંસ્થા છે જે પોતે ડોનર ની લાળ ના સેમ્પલ કલેક્ટ કરે (જે ડોનર જો મેચ થશે તો ડોનેશન કરશે તેના) અને તેમની સામેની બાજુ મા પેશન્ટની લાળ ના સેમ્પલ પણ હોઈ છે . પરંતુ મેચ થવાની શકયતા લાખો મા એક હોય છે. જેથી અત્યારે 3000 પેશન્ટ મેચર ની waiting મા છે.

સ્ટેમસેલ આપવાની સરળ પ્રકિયા મેચ થયા પછીની

થેલેસેમિયા મેજર દર્દીને (ખાસ કરીને બાળકો જ હોય છે) રક્તકણો,ત્રાકકણો અને શ્વેતકણો બહારથી આપવામા આવતા હોય છે તે પ્રક્રિયા દર્દીને અમુક દિવસે કરવી પડતી હોય છે અને વિવિધ રીતે આપી શકાય છે.HLA (human leukocyte antigen) મેચ થયા બાદ ડોનર ના તમામ પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે અને તેના સ્ટેમસેલ લઈને દર્દીને આપવા માટે યોગ્ય હોય તો તેમના સ્ટેમસેલ PBSC (Peripheral Blood Stem Cell Donation) દ્વારા લેવામાં આવે છે. ત્યારબાદ દર્દી સુધી પહોંચાડી તેમને આ આપવામાં આવે છે. સ્ટેમસેલ ડોનેશન એ સરળ પ્રક્રિયા છે આ બાબતે લોકોમા જાગૃતિ આવે તો ઘણા દર્દીઓના જીવ બચી શકે છે. અને ડોનેશન કરવાથી ડોનર ને કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી.

લાખે અથવા દસ હજારે એક વ્યક્તિના રક્તકણો લોહી સંબંધી બીમારી ( લોહીનું કેન્સર, થેલેસેમિયા, લોહીની અન્ય બીમારી)થી દર્દીની સાથે મેચ થતા હોય છે.

થેલેસેમિયા મેજર ના રોગમા દર્દીના લોહીમા રક્તકણો,ત્રાકકણો અને શ્વેતકણો બનતા બંધ થઈ જાય છે અથવા ઓછી માત્રામાં બનતા હોવાથી દર્દીને બહારથી વારંવાર લોહી ચઢાવવાની જરુર પડે છે . લાંબા ગાળે થેલેસેમિયા મેજર બાળકને બચાવવા મુશ્કેલ હોય છે. જો આ દર્દીનું મેચ HLA મળી જાય તો જ તેમના સ્ટેમસેલ દર્દીને ચડાવવામાં આવે તો બચાવી શકાય છે.

Stay Safe and Healthy Everyone!
Team DATRI and Veer
Contact : 7397772481 jalpa@datri.org info@datri.org
www.datri.org

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.