કંકુ – ભસ્મ નીકળવું સુરત જિલ્લાના ઓલપાડ ગામે એક બહેનને ઘેર જલારામ બાપા રાતે પધારે છે. એક ચાદર, દીવો ચમત્કારિક રીતે આપી જાય છે. બહેનના ઘરની એક બરણીમાં સૂકી ચા ચમત્કારિક રીતે આવે છે. સાથે સાથે તેમના હાથમાંથી કંકુ પણ આવવા લાગે છે. શ્રદ્ધાળુ ભકતો દર્શનાર્થે તેમ જ તેમના દુઃખ દૂર કરાવવા જાય છે.
આ વાતની સત્યશોધક સભાને ખબર પડતાં રૂબરૂ મુલાકાતે જતાં સાચી વાત માલુમ પડી કે બાઈના હાથમાં કંકુ પડતું નહોતું પરંતુ કંકુવાળા બંને હાથ હતા. જે તેને પહેલેથી લગાડીને રાખ્યું હતું. ભકતોને તે હાથથી ચાંદલા કરતા હતા . એ બહેનના હાથમાં કંકુ ઓછું થતાં એમનાં ઘરમાં ઉપર નીચે ફરવા લાગતા. દાવો એવો કરતા કે માતાજી ફરવા નીકળ્યાં. ખરેખર તો એ કંકુવાળા હાથ કરવા જતાં .
આમ કંકુ કાઢવાની રીત એક , પહેલેથી કંકુ હાથમાં લગાડી રાખેલું હોય છે. આવો જ કિસ્સો સુરત શહેરમાં દિવાળીબાગમાં મિ. શ્રીવાસ્તવને ત્યાં સત્ય સાંઈબાબાના ફોટામાંથી આપોઆપ ભસ્મ નીકળવાનો બન્યો.
જેમાં ફોટા પર પહેલેથી જ ભસ્મ ચોંટાડી દેવામાં આવતી. નીચે થોડી ભસ્મ પાડેલી રાખવામાં આવતી જેથી લોકોને બતાવાય કે આ ભસ્મ ફોટામાંથી પડે છે . કંકુ ભસ્મ કાઢવાની ઘણી બધી રીત છે . કંકુની નાની નાની ગોળીઓ બનાવવી.
એ ગોળી બે આંગળાની વચ્ચે છુપાવી દઈ માતાજી આવ્યા છે એ રીતે ધૂણતાં ઘુણતાં બંને હાથ ભેગા કરી આંગળીઓની વચ્ચેથી ગોટી હાથમાં સરકાવી લઈ ઘસી નાંખતા હાથ કંકુવાળા બની જશે.
બેંગ્લોરમાં મઠ સ્થાપી સત્ય સાંઈબાબા જે ભસ્મ ચમત્કારીક રીતે આપે છે તેમાં એ તરકીબ છે કે “ પમ્પીંગ સેટ ” માં ગોટીઓ રાખવામાં આવેલી હોય છે. આ પમ્પીંગ સેટને બગલમાં છુપાવીને રાખવામાં આવે છે. હાથ આશીર્વાદ માટે ઊંચા કરતાં પમ્પીંગ સેટની સ્પ્રિંગ ખેંચાતા વાલ્વ ખૂલે છે.
અને મોટી સરકીને હાથમાં આવે છે. આપણા આંગળા જેવા જ રંગના કેટલાક પ્લાસ્ટિકના આંગળા આવે છે જે પોલાં હોય છે. તેમાં કંકુ , ભસ્મ પહેલેથી મૂકી રાખવામાં આવે છે. પ્રયોગ કરતી વખતે આ આંગળા પહેરી લેવામાં આવે છે . ધૂણતાં ધૂણતાં આંગળાંમાનો કંકુ – ભસ્મ હાથમાં લઈ લેવામાં આવે છે . કેટલાક રસાયણોના મિશ્રણથી પણ લાલ રંગ થાય છે જેમકે પોટેશિયમ અને પાણી , ફિનોફથેલીન અને ચૂનો. જેને કંકુમાં ખપાવવામાં આવે છે .
એક હાથમાં ફીનોલ્ફથેલીન ( પ્રવાહી રસાયણ ) લગાડો અને બીજા હાથની હથેળામાં કપડાં ધોવાનાં સાબુનું દ્રાવણ કે ચૂનો લગાડવું. પ્રેક્ષકોને બંને ખાલી હાથ બતાવો. ત્યારબાદ બંને હાથ એકબીજા સાથે ભેગાં કરીને ઘસવાથી લાલ રંગ બનશે જેને ઢોંગી – તાંત્રિકો , માંત્રિકો , ભૂવા , ભગતો , પવિત્ર કંકુમાં ખપાવે છે. લોકો પણ તેને કંકુ માનવા લાગી જાય છે.
એક હાથમાં ભીનો ચૂનો લગાડી રાખવો . બીજા હાથમાં પરગોલેક્ષના ( જુલાબ લેવાની ગોળી ) પાવડરની ભૂકી લગાડી રાખવી. ધૂણતાં ધૂણતાં બંને હાથ ભેગા કરતા હથેળામાં લાલ રંગ થઈ જશે ,જેને કંકુમાં ખપાવવામાં આવે છે. ચૂનો એ બેઈઝ આલ્કલી છે. પરગોલેક્ષમાં એક જાતનું રસાયણ એસિડ હોય છે.
વિજ્ઞાનના નિયમ મુજબ બેઈઝ અને એસિડમાં રાસાયણિક પ્રક્રિયા થતાં તે લાલ રંગ ધારણ કરે છે. આપણે શાળામાં એસિડ, બેઈઝના નિયમો ભણીએ છીએ પરંતુ જનસમાજને એના પર આધારિત થતા એવા ચમત્કારોની સાચી સમજ પ્રયોગ દ્વારા આપવા ઈચ્છતા નથી .
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…