શું તમે પણ આવા કપડા નથી પહેરતા ને ? તે સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે જાણો શું કહ્યું છે આયુર્વેદ માં…વાંચો અહીં ક્લિક કરીને

કપડા શરીરનુ ઠંડી, ગરમી વગેરેથી રક્ષણ કરે છે. અને તેનાથી લોક મર્યાદા સચવાય છે. માત્ર કપડા પહેરવાથી ધન્ય થઈ જવાતુ નથી કેવા કપડાં ક્યારે પહેરવા એ બહુ મહત્વનું છે. શરીરની પ્રકૃતિ, વાતાવરણ, વય વગેરેને ધ્યાનમાં લીધા વિના આડેધડ કપડાંનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી અનેક રોગો જન્મે છે. ગરમઋતુમાં ઠંડા, સુતરાઉ, આછા, ખુલતા અને સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ. જો ગરમીમાં તંગ, જાડા કે કાળા રંગના વસ્ત્રો પહેરવામાં આવે તો તે બહારની ગરમીનું શોષણ કરે છે. તેથી ચામડીના તથા પિત્તજન્ય રોગો થાય છે. શિયાળામાં ઉનના કે સુતરાઊ જાડા કપડાં પહેરવા જોઈએ જેથી શરીરને બહારની ઠંડીથી રક્ષણ મળે.

ચોમાસામાં વાતાવરણને અનુરૂપ વસ્ત્ર પરિધાન કરવું જોઈએ. કપડામાં પણ સુતરાઉ, ઉની, ટેરિકોટન, સિલ્ક વગેરે અનેક જાતો છે. ઉનાળામાં પસીનો ચૂસે તેવા સુતરાઉ કપડાં શ્રેષ્ઠ ગણાય. ટેરીલિન, પોલિસ્ટર વગેરે પસીનો ચૂસી શકતા નથી. તેથી તે ગરમઋતુમાં તથા ગરમીની તાસીરવાળા માટે સ્વાથ્યપ્રદ નથી. ઘણીવખત હલકી ગુણવત્તાવાળા કાપડમાંથી બનાવેલા વસ્ત્રો પણ શરીરને નુકશાન કરે છે. તેનાથી ચામડીના અનેક રોગો થાય છે.

છાત્રાલયના ગણવેશનુ કાપડ સ્ટાન્ડર્ડ મીલનુ લાવતા અને લાવીએ છીએ. સ્ટાન્ડર્ડમાલની કિંમત પણ થોડી ઊંચી હોય છે. થોડા વર્ષો પહેલા એકવાર અમને એક સેલ્સમેન ભટકાઈ ગયેલો અને બરાબર સમજાવટની ગોળી પાઈ. દીધી કે મીલ કરતા પોતાની ફેક્ટરીનુ કાપડ ઊંચી ગુણવત્તાવાળુ આવે છે અને મીલોવાળા પણ ફેક્ટરીનુ કાપડ ખરીદીને પોતાના માર્ક લગાવીને કમાણી કરે છે. તેથી મીલ કરતા સીધુ ફેક્ટરીનુ કાપડ સસ્તુ મળશે.અમે તેની વાતમાં આવી ગયા, ફેક્ટરીમાંથી છાત્રાલયના ગણવેશનુ કાપડ ખરીદ્યુ.મીલ કરતા ૨૦ ટકા ફાયદો થયો. જોવામાં કાપડ મીલના કાપડ કરતા પણ સારૂ દેખાતુ હતુ. ગણવેશ બની ગયો. પછી બીજા મહિનાથી રામાયણ શરૂ થઈ. બાળકોને ચામડીના રોગો થવા માંડ્યા.

એકને સારૂ ન થાય ત્યાં બીજાનેશરુ થાય . દવા કરાવી કરાવીને ડુસ – દમ નીકળી ગયો . અમને પણ આશ્ચર્ય થયુ . ખાવા પીવા વગેરમાં કોઈ ખામી – ડ્યુટી ન હોવા છતા ચામડીના આટલા બધા દર્દી ક્યાંથી ઉતરી પડ્યા હશે ! કપડાંની ભૂમિકાની તો શરૂઆતમાં ગંધ પણ ન આવી. પછી શંકા ગઇ એટલે ગણવેશ ફેરવી નાંખ્યો. થોડા સમયમાં વગર દવાએ બધા દર્દો દૂર થઈ ગયા. પછી તો આ દિશામાં સંશોધન શરૂ કર્યું. ત્યારે જાણવા મળ્યું કે કાપડ ઉપર બ્લીચીંગની છેલ્લી એકાદ બે પ્રોસેસ કરવી જોઈએ તે કેટલાક ફેક્ટરીવાળા કરતા નથી.પરિણામે કાપડમાં કેમીકલ્સની અસર રહી જાય છે. તેના કારણે તેવું કાપડ પહેરવાથી ચામડીના અનેક રોગો જન્મે છે. અમુક પ્રોસેસ નહી કરવાને કારણે ફેક્ટરીવાળાને તેવુ કાપડ સસ્તા દરે આપવુ પોસાય છે.

અને માર્કેટમાં ગુણવત્તા કરતા કિંમત ભાવ જોનાર બહુ મોટો વર્ગ છે. વળી સેલ્સમેનો સીફતતાપૂર્વક જેમાં કમાણી, કમીશન વધુ હોય તેવુ કાપડ વધુમાં વધુ ખપાવવાનો આગ્રહ રાખે છે. પછી પહેરનારાનું જે થવું હોય તે થાય ? માટે કપડાનો રંગ, ગુણવત્તા વગેરેમાં ચોક્સાઈ રાખવી બહુ જરૂરી છે. અમુક પ્રકારના રંગોથી એલર્જીક રોગો પણ થાય છે. દા.ત. શરદીની કફપ્રધાન પ્રકૃતિવાળી વ્યક્તિ માટે સફેદ રંગ ઈચ્છનીય નથી. આ મારો જાત અનુભવ છે.

વિવિધ રંગોની આરોગ્ય ઉપર પ્રગાઢ અસર પડે છે. નાના બાળકો , વૃદ્ધો , બહેનો વગેરેની પ્રકૃતિ નાજુક હોવાથી તેને બાહ્ય ઠંડી , ગરમીની અસર જલ્દી થાય છે. તેથી તેમણે ગરમ કે સુતરાઉ કપડાં પહેરવા જો ઈએ.ચપોચપ કપડાં પહેરવાથી શરીરનો વિકાસ રુંધાય છે.છાતીના તથા પેટના રોગો થાય છે. લીવર ઉપર દબાણ થવાથી લોહીનું પરિભ્રમણ ધીમુ પડે છે. તેના કારણે શ્વાસનળી અને યકૃત , આંતરડા , જઠર સંબંધી રોગો થાય છે. કપડાં મેલા અને ચીકણા હોય તો હવામાં ઉડતા ચેપી રોગના જંતુઓ તુરંત કપડા દ્વારા શરીરને ચીપકી જાય છે.

રોગ જન્માવે છે . આરોગ્ય વિજ્ઞાનમાં વસ્ત્રોનો ફાળો નાનોસૂનો નથી . પરંતુ આ દિશામાં લોકોમાં જાગૃતિનો ખૂબ અભાવ જોવા મળે છે . ટૂંકમાં સ્વચ્છ , સાદા , ઋતુ અને પોતાની તાસીરને અનુરૂપ વસ્ત્રો પહેરવા જોઈએ.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.