માણસના ગુણદોષને કહી આપે છે. મુખ એ શરીરનું દર્પણ છે. તનના અને મનના રોગોને તે સારી રીતે પ્રતિબિંબિત કરે છે. મનમાં ચાલતી વિવિધ ગડમથલોની ચહેરો ચાડી ખાય છે. વાણી કરતા પણ ચહેરાના હાવભાવ ઘણીવાર પ્રેમ, ધૃણાં, અનુકંપા, રોષ વગેરેને સારી રીતે પ્રગટ કરે છે.
ચહેરાની વિવિધ લાક્ષણિકતાઓનો અભ્યાસ શરીરના રોગો તથા કેટલાક ગુના શોધવામાં પણ મદદરૂપ થાય છે . પરંતુ અત્રે આપણે માત્ર શરીરના રોગ સંબંધી જ ચર્ચા કરીશું. માણસનો ચહેરો જોઇને કરવામાં આવતી રોગના નિદાનને રુપપરીક્ષ કહે છે. જો કે કોઇપણ રોગનુ પુરેપુરુ નિદાન ચહેરા ઉપરથી થઇ શકતુ નથી.
છતા ક્યા દોષની અધિકતા છે, તે ચહેરા ઉપરથી ચોક્કસ નક્કી થઇ શકે છે. જે દોષની અધિકતા હોય તે દોષથી જન્મતા રોગોની પરીક્ષા કરવામાં આ નિદાનથી સુગમતા રહે છે. અને જે દોષની અધિકતા હોય તેને શમાવવાના ઉપચારો કરવાથી કદાચ રોગ તેના પ્રારંભિક તબક્કામાં હોય તો દવા વિના પણ મટી શકે છે.
આમ રુપ પરીક્ષા બધા જ રોગ નિદાનમાં મુખ્ય નથી, પણ દરેકમાં મદદરૂપ થાય છે.અનેક ચહેરોનુ નિરીક્ષણ કરવાથી આ વિલક્ષણતાઓ જાણવા મળે છે. સવારમાં દરદીનો ચહેરો તેજ વિનાનો વિચિત્ર અને ઝાંખો કે કાળાશ પડતો હોય તો વાત દોષની અધિકતા બતાવે છે. જો ચહેરો પીળો મંદ અને કાંઇક સુજેલો જણાય તો પિત્તદોષ બતાવે છે.
જો ચહેરો મંદ તેલીયો- તેલના જેવો તગતગતો દેખાય તો કફદોષ હોય. મોટાભાગે મુત્રાશયના દરદોમાં અને ખાસ કરીને પેશાબમાં ધાતુ જતી હોય તો ચહેરો ફેફરેલ દેખાય છે. પાંડુરોગમાં ચહેરો ફિક્કો ડહોળાયેલો લાગે છે. બીજી નબળાઇમાં પણ ચહેરો ફિક્કો દેખાય છે. માટી ખાનાર બાળકની આંખોના બન્ને પોપચા ઉપર સોજો દેખાય છે. સામાન્યરીતે ચહેરાના વિવિધ ભાવ ઉપરથી તેના નીચે મુજબના પ્રકારો પાડવામાં આવે છે .
૧. ચિંતાતુર ચહેરો : સમ્રતાવ અને ભયંકર દરદોની શરુઆતમાં, આંચકી તથા તાણના દરદોમાં, દમ શ્વાસના દરદમાં કલેજાના અને ફેફસા વગેરે દરદમાં ચહેરો નિસ્તેજ અને ચિંતાતુર દેખાય છે.
૨.ફિક્કો ચહેરો : ઘણું લોહી જવાથી, જીર્ણજવરથી બરોલના દરદથી , ઘણી નબળાઇ , ચિંતા , બીક , ધાસ્તિ વગેરેના કારણે ચહેરો રકતકણોની કમીના કારણે સની પુણી જેવો ફિક્કો દેખાય છે. સ્ત્રીઓને ઋતુસ્ત્રાવ બહુ જવાથી અથવા નબળા બાંધાની સ્ત્રીઓને બાળક વધારે પડતુ સ્તનપાન કરતુ હોય તો લોહીનું શોષણ થવાથી ચહેરો ઘણો જ ફિક્કો લાગે છે. સ્ત્રીઓને અટકાવ આવવાની શરુઆતમાં વગર કારણે પણ ઘણીવાર ચહેરો ફિકકો થઈ જાય છે.
૩. લાલ ચહેરો : સમ્ર તાવમાં મગજના સોજામાં અને લૂ લાગે ત્યારે આખો લોહી જેવી લાલ થાય છે. ગાલ ગુલાબી અને ઉપસેલા જણાય છે. અને આખો ચહેરો રાતો થઇ જાય છે. લાલ ચહેરો થાય ત્યારે સમજવું કે લોહીનુ માથા તરફ તથા મગજમાં વધુ ભરાવો થયેલો છે.
૪. ફુગાયેલો ચહેરોઃ ઘણી નબળાઇ , જીર્ણ જવાર, જળોદર વગેરેમાં ફુગાયેલો ચહેરો થોથરવાળો દેખાય છે , આંખોના પોપચા ચડી આવે છે . ગાલમાં આંગળીથી દબાવી શકાય તેવા ખાડા પડે છે. અને સમગ્ર ચહેરો સુજી ગયેલો દેખાય છે.
૫. સોરાયેલો ચહેરો: જેમ ઝાડની ડાળીના પાંદડા, છાલ વગેરે છોલી નાખવાથી તે ડાળી સોરાયેલી નિસ્તેજ દેખાય છે. તેવી જ રીતે કેટલાક ભયંકર દરદોની આખર અવસ્થામાં એ જાતનો ચહેરો દેખાય છે. કપાળમાં કરચલીઓ, આંખના ડોળા અંદર પેશી ગયેલ, હડપચી વળેલી, ચહેરાનો રંગ આસમાની રંગનો થયેલો હોય તો સમજવું કે દરદી. કોઇ મોટી ધાસ્તિમાં કે આખરી અવસ્થામાં છે.
કુદરતી તથા નિરોગી ચહેરો શાંત અને બેચેની વગરનો હોય છે, તન કે મનના કોઇપણ દરદથી ચહેરાનો દેખાવ – ભાવ બદલી જાય છે. વાત , પિત્ત કે કફ ક્યા દોષની અધિકતા છે તે ચહેરા ઉપરથી જાણીને તે દોષ શાંત થાય તેવા ઉપચારો કરવા છે. હસમુખો ચહેરો તંદુસ્તીની અને સોગીયો ચહેરો બિમારી સૂચવે છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…