સુરતમાં આપ ના કોર્પોરેટર ચૂંટાતા ની સાથે જ શપથ વિધિ પહેલા કર્યા એવા કામ કે જાણીને થઈ જશો ખુશ….

સુરત વોર્ડ નં .૩ માં આમ આદમી પાર્ટીના નવા ચુંટાયેલા કોર્પોરેટરે જીત્યાનાં ૪૮ કલાકમાં જ રોડનું કામ પુરૂ કરાવ્યું વોર્ડ નં .૩ ના કોર્પોરેટર મહેશ અણઘણ ની યોગ્ય રજુઆતનું પરીણામ લાવ્યા હતા.

આમ આદમી પાર્ટીમાથી ચુંટાઇને આવેલા વોર્ડ નં .૩ સીમાડા – સરથાણા- લસકાણા ના કોર્પોરેટર ( નગરસેવક ) શ્રી મહેશભાઇ અણઘણ દ્વારા પોતાની જીતના દિવસે જ અધિકારીશ્રીને અધુરા રોડ બાબતે જાણ કરી હતી જેના પરીણામે બીજા જ દિવસે રોડનું કામ શરૂ કર્યું હતું આગામી ૪૮ કલાકમાં જીલ પાર્ક સોસાયટી સામેના રોડનુ કામ પુર્ણ કરાવ્યું હતું .

આ સમગ્ર રોડના કામ દરમીયાન કોર્પોરેટર મહેશભાઈ અણઘણ સ્થળ પર હાજર રહી ને રોડની ચકાસણી કરીને સંપુર્ણ કામનુ નીરીક્ષણ કર્યુ હતું . આ કામ દરમીયાન ત્યાંની સ્થાનિક જાહેર જનતા પણ બોલી ઉઠી કે જો સમગ્ર સુરતમાં આવા ઇમાનદાર કાર્યકુશળ નગર સેવકો હોય તો રોડના કામ પણ સારી કવોલિટી વાળા થાય જેથી લાંબા સમય સુધી ચાલે

સુરતના વોર્ડ નં .૩ આમ આદમી પાર્ટી ના ચુંટાયેલા નવા કોર્પોરેટર દ્વારા પ્રથમ દિવસે જ સ્થાનિકના પ્રશ્નો સાંભળ્યા

સુરતના વોર્ડ નં .૩ સરથાણા – સીમાડા લસકાણા ના આમ આદમી પાર્ટી માંથી ચુંટાઇને આવેલા યુવા કોર્પોરેટર ( નગર સેવકો દ્વારા જીતના પ્રથમ દિવસથી જ પોતાના વિસ્તારની મુલાકાત લઇને પ્રજાના પાયાના મુદાની જાણકારી લઈને તે માટેની લેખીતમાં રજુઆત SMC સમક્ષ રજુ કરી .

૧. ઋતાબેન દુધાગરા ( નગર સેવકો દ્વારા પાસોદરા થી નવજીવન હોટલ તરફના રોડ પર ની વધારાની માટી દુર કરવાની SMC ને લેખીતમાં ફરીયાદ કરી છે .

૨. કનુભાઈ ગેડીયા ( નગર સેવકો દ્વારા નારાયણ નગરના સ્થાનીકોને રહેઠાણ મકાનમાં ધંધાકીય વેરો ઉઘરાવામાં આવે છે તેની રજુઆત સાંભળીને SMC માં આગળની કાર્યવાહી હાથ ધરી .

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *