શું મહેશ સવાણી આગામી વિધાનસભા ચૂંટણી માં “આપ” નો CM નો ચહેરો હશે??

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીશ્રી મનીષ સિસોદિયાજી નું ગુજરાતના સુરત શહેર માં આવતા આપ ના કાર્યકર્તા તથા નગરસેવકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ માનનીય મનીષ સિસોદિયાજી ના એક દિવસીય ગુજરાત પ્રવાસ માટે સુરત શહેર માં આવ્યા છે.

દિલ્હી રાજ્યની સરકારી શિક્ષા મોડલને ભારતમાં સૌથી શ્રેષ્ઠ બનાવી વિશ્વભરમાં નામના અપાવનાર દિલ્હીના ઉપ મુખ્યમંત્રીશ્રી મનીષ સિસોદિયાજી નું ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે.

સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીને જૂની, ઘસાઈ ગયેલી, કટાઈ ગયેલી નીતિ, શામ દામ દંડ ભેદની નીતિને વખોડી કાઢીને અને માનસિક નબળી વિચારધારાને ઠુકરાવીને આમ આદમી પાર્ટીની નવી શિક્ષણ અને આરોગ્ય ક્રાંતિ ની વિચારધારાને અપનાવીને જુદા જુદા વિસ્તારની સોસાયટીઓ ના પ્રમુખો તેમજ યુવા કાર્યકર્તાઓની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા રહ્યા છે.

હાલ થોડા સમય પહેલા જ ઇસુદન ગઢવી આમ આદમી પાર્ટી માં જોડાયા છે,અને આપ વધુ ને વધુ લોકો ને આપ માં જોડી રહી છે, હાલ પર્શ્ન એ છે કે મનીષજી ના સુરત આવવા થી રાજકીય પાર્ટી માં શું નવા જૂનું થશે તે જોવું રહ્યું.

જ્યારે આપ માં મહેશ સવાણી જોડાવાના છે તેવી વાત વહેતી થઈ હતી અને અંતે સુરતના ભામાશા અને ઉધોગપતિ મહેશ ભાઈ સવાણી આપ મા જોડાઈ ગયા છે.

ત્યારે હવે ખોડલધામ અને ઉમિયાધામ સહિત અન્ય પાટીદાર સમાજ ની સંસ્થાઓ દ્વારા થોડા સમય પહેલા મિટિંગ મળી હતી તેમાં નરેશ પટેલ એ જણાવ્યું હતું કે CM પાટીદાર હોવો જોઈએ તો આ વાત ને લઈને ગુજરાત આપ મહેશ ભાઈ ને CM નો ચહેરો જાહેર કરી શકે છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.