રાજ્યમાં કોરોના વાયસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. બીજી તરફ સુરત શહેરમાં તંત્ર પોતાના નિયમ-કાયદા પ્રજા પર થોપી રહ્યું છે. સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશને વેગ આપવા માટે રાજ્ય સરકાર જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. પણ સુરત કોર્પોરેશનની આ અભિયાનમાં પણ મોટી દાદાગીરી જોવા મળી હતી. સુરત કોર્પોરેશન લોકો પર જબરદસ્તીથી રસી લેવા માટે દબાણ ઊભું કરી રહ્યું છે.
અત્યાર સુધી માસ્ક ન પહેરવા બદલ દંડ વસુલવામાં આવ્યો છે. પણ સુરતમાં રસી ન લેવા સામે પણ દુકાનદારોને રૂ.1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં દીલીપ દુબે નામના એક વ્યક્તિની પાનની દુકાન છે. તા.2 એપ્રિલના રોજ મહાનગર પાલિકાના કર્મચારીની એક ટીમ એમની દુકાને આવી અને રૂ.1000ની રસીદ ફટકારી દીધી. જ્યારે દુકાન માલિકે પ્રશ્નો કર્યા તો કહ્યું કે, અત્યાર સુધી રસી ન લેતા આ દંડ ફટકારવામાં આવ્યો છે.
જ્યારે દીલીપને આ વાતની જાણ થઈ ત્યારે એ પણ ચોંકી ઊઠ્યો હતો. તા.1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવી રહી છે. જોકે, રસી ન મૂકાવવા સામે કોઈ દંડની જોગવાઈ નથી. બીજી તરફ સુરત કોર્પોરેશનના આરોગ્ય કમિશનર ડૉ.આશીષ નાયકે જણાવ્યું હતું કે, 45 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી ન લે તો દંડની કોઈ જોગવાઈ નથી. આ રીતે કોર્પોરેશન કોઈ પાસેથી દંડ વસુલી ન શકે.
કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી દંડની બાબતનો કોઈ આદેશ નથી. પૂરતી તપાસ થશે. જોકે, સમગ્ર શહેરમાં આ કેસની ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી માસ્ક ન પહેરવા પર દંડ વસુલાતો પણ હવે રસી ન મૂકાવ્યા સામે આવું પગલું ભરાયું એ ખરેખર તપાસનો વિષય બની રહ્યો છે.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…