આ Licence વિના ભાજપે રેમડેસિવીર ઇંંજેક્શનનો આટલો જથ્થો કેમ કર્યો..? ક્યાંથી લાવ્યા આટલા ઇંંજેક્શન??

ભાજપના ઉધના કાર્યાલયમાંથી રેમડેસિવીર ઇજેક્શનનું ભાજપ તરફથી કરાયેલા વિતરણને લઈને રાજકીય ગરમાવો આવી ગયો હતો. કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓએ ભાજપ પર માછલાં ધોયા હતા. એટલે સુધી કે સામાન્ય પ્રજાને એક ઇજેક્શન મેળવવા રઝળપાટ કરવો પડે છે ત્યારે ભાજપને આટલા મોટા પ્રમાણમાં કોણે ઇજેક્શનનો જથ્થો પૂરો પાડ્યો વગેરે સવાલ ઉઠાવીને ભાજપને ભીંસમાં લેવાનો રીતસર પ્રયાસ કર્યો છે.

Drug Licence વગર આટલો સ્ટોક રાખવો એ Drugs and Sosmatic Act હેઠળ ગુન્હો બને છે. ત્યારે સુરતમાં ભાજપના કાર્યાલયમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ભેગો કરી વિતરણ કરાતા સવાલ ઉઠી રહ્યા છે.

ભાજપે 1,000 ઇજેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી છે. જેમાંથી સુરત શહેરમાં 700, નવસારીમાં 100 તથા સુરત જિલ્લામાં 200 થી વધુ ઈંજેકશનનું વિતરણ કરવામાં આવ્યું છે.

CR પાટીલે 5000 ઇંજેક્શનની ખાતરી આપીઃ

ભાજપ પ્રદેશ મીડિયા વિભાગની જાહેરાત મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ સી.આર.પાટીલે ગઇકાલે સુરત સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી અને મુલાકાત દરમ્યાન કોવિડ દર્દીના સ્વજનો દ્વારા રેમડેસિવીર ઈંજેક્શન ની જરૂરીયાત સંદર્ભે લાગણી અને માંગણી કરતાં તેમણે 10 એપ્રિલ ના રોજ 5000 રેમડેસિવીર ઈંજેકશન જરૂરિયાતમંદોને નિશુલ્ક આપવાની ખાતરી આપી હતી. તથા ભાજપ કાર્યાલય ખાતેથી વિતરણ કરવા કહ્યું હતું.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *