રામ રાખે તેને કોણ ચાખે!! દાહોદ શહેર નજીક રાબડાળ ગામે હાઇવે પર વળાંક પાર બાઈક સવાર બસ ની નીચે આવી ગયો, અદભુત બચાવ

દાહોદ શહેરમાં સોમવારે એસટી બસ અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટરસાઇકલચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. એસટી બસને રોંગ સાઈડમાંથી ઓવરટેક કરતી સમયે બાઈકસવાર યુવક બસની નીચે ઘૂસી ગયા બાદ પણ બસ-ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે યુવકનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના હાઈવે પરના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સામાન્ય લોકોના રૂંવાડાં ઊભાં કરી નાખનારી આ ઘટના સોમવારે દાહોદમાં ઘટી હતી. દાહોદ શહેરમાંથી પસાર થતાં હાઈવે પર સ્માર્ટ સીટીના બોર્ડ પાસે રોંગ સાઈડમાંથી આવી એસટી બસને ઓવરટેક કરવા જતા એક બાઈક સવાર એસ.ટી.બસની આગળ આવી ગયો હતો. બસ સાથે બાઈકની ટક્કર થતા ચાલક બસની નીચે ઘૂસી ગયો હતો જ્યારે તેનું બાઈક અથડાઈને દૂર ફેંકાયું હતું. જો કે, ચાલક ગણતરીની સેકન્ડમાં જ બહાર આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અકસ્માતના પગલે સૌ કોઈના જીવ અદ્ધર થયા
જે રીતે અકસ્માત સર્જાયો હતો તેને જોતા એસટી બસના ચાલક અને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ અદ્ધર થયા હતા. એસટી બસ ચાલક તો તેની સાઈડમાં જ આવી રહ્યો હતો. પરંતુ, સીસીટીવીમાં જોઈ શકાય છે કે, બાઈક સવાર રોંગસાઈડમાંથી આવી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાઈકને ટક્કર લાગ્યા બાદ તુરંત જ બસના ચાલકે બ્રેક મારી દેતા બસ નીચે ઘૂસી ગયેલા યુવકનો જીવ બચ્યો હતો.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *