WHO : ખતરનાક તબક્કામાં પહોંચ્યો કોરોના,હવે વધારે ગંભીર પરિસ્થિતિ થશે..

ભારતમાં સંક્રમણનો આંકડો ખૂબ જ ઝડપી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ સંક્રમણના લગભગ 15 હજાર મામલા જોવા મળી રહ્યા છે. હવે WHOએ એકવાર ફરી ચેતવણી આપી છે કે, વાયરસ વધારે ખતરનાક ફેઝમાં પહોંચી ચુક્યો છે અને હવે પરિસ્થિતિ પહેલા કરતા પણ ગંભીર હશે.

તમને જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકો પહેલાથી જ વાયરસના બીજા તબક્કાની વાત કરતા આવ્યા છે. હાલમાં જ જોવા મળ્યું છે કે, વાયરસના સ્પાઈક્સ કેટલાક ગણા વધ્યા છે, જેના કારણે આ વાયરસ 10 ગણો વધારે ખતરનાક થઈ ગયો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ આધાનોમ ગ્રેબેયેસસે શુક્રવારે કહ્યું કે, આપણે નવા અને ખતરનાક તબક્કામાં પહોંચી ચિક્યા છીએ. જિનેવામાં વર્ચ્યુઅલ પ્રેસ વાર્તા કરતા તેમણે ચેતવણી આપી છે. આનો આધાર ગુરૂવારે 24 કલાકમાં આવેલા આંકડા છે. એક જ દિવસમાં દોઢ લાખથી વધારેનો આંકડો પ્રથમ વખત જોવા મળ્યો છે, જેમાં અડધાથી વધારે આંકડો અમેરિકાનો છે. આ સિવાય એશિયા અને મિડલ ઈસ્ટથી પણ ગણા કેસ આવી રહ્યા છે.

એક્સપર્ટ કહી રહ્યા છે કે, સ્પેનિશ ફ્લૂની જેમ કોરોના વાયરસ પણ એક બાદ એક કેટલાક તબક્કામાંથી પસાર થશે. વર્ષ 1918માં સૌથી પહેલા માર્ટના બીજા અઠવાડીયામાં બીમારીનો પહેલો દર્દી આવ્યો હતો. Albert Gitchellનામનો આ દર્દી યૂએમ આર્મીમાં રસોઈયાનું કામ કરતો હતો. 104 ડિગ્રી તાવ સાથે તેને કંસાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં આ તાવ સેનાના 54 હજાર જવાનોમાં ફેલાઈ ગયો. માર્ચના અંત સુધીમાં હજારો સૈનિક હોસ્પિટલ પહોંચી ગયા અને 38 સૈનિકોના ગંભીર ન્યૂમોનિયાની મોત થયા હતા.

અત્યાર સુધીમાં એ ખબર નથી પડી કે, વાયરસ તબક્કામાં કેવી રીતે પાછો આવે છે. પરંતુ માનવામાં આવે છે કે, વાયરસ ક્યારે પાછો ક્યારે ફરશે, તેમાં એન્ટીબોડી પણ એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જેમ કે, વાયરસનો પહેલો હુમલો સહન કરી ચુકેલા વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી લાંબા સમય સુધી અસરદાર રહી તો, વાયરસનો એટેક ત્યારે જ દેખાશે જ્યારે આ નબળો પડી જશે.

જો તેની અસર ખતમ થવામાં 2 વર્ષ લાગે તો આ બે વર્ષ બાદ ફરી પાઢો ફરશે. જો વર્ષમાં થોડા જ મહિનામાં જ કોવિડ-19 વિરુદ્ધ એન્ટીબોડી નબળી પડી જાય, જેમ કે મોસમી ફ્લૂમાં જોવા મળે છે તો કોરોના વાયરસનો હુમલો થોડા જ મહિનામાં ફરી જોવા મળી શકે છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *