અલ્પેશ કથીરિયાને મુક્ત કરાવવા આપનાં ચૂટાયેલાં નેતામાંથી કોણે કોણે લાજપોર જેલમાં મુલાકાત લીધી..!! વાયરલ થઈ રહ્યો છે આ મેસેજ

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા અલ્પેશ કથિરીયાની 14 માચૅનાં રોજ એસઓજી દ્નારા ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલમાં ગયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી કાયૅકતૉઓ સાથે થયેલ ધમાલ મામલે અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી.

તેમની વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વેલંજા પ્રાથમિક શાળામાં બીટીપીનાં કાયૅકતૉઓ રસ્તાની બાજુમાં બેસીને મતદાન સ્લીપની વહેંચણી કરી રહ્યા હતા. આ દરમિયાન અલ્પેશની આગેવાનીમાં 150 થી 200 જેટલા માણસો બાઈક અને કાર લઈને ત્યાં આવ્યા હતા અને બીટીપીનાં કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી.

ત્યારબાદ આ મામલે બીટીપી તરફથી ફરિયાદ દાખલ થતાં એટ્રોસીટી એકટ હેઠળ પાસ નેતા અલ્પેશ કથિરીયાની ધરપકડ કરવામાં આવી હતી.

પાસનાં કાયૅકરો દ્નારા આજ રોજ ફેસબુકમાં “હાલ સુરત મહાનગર પાલિકાના ચૂંટાયેલા “aap”નાં કોપોરેટરો, કોણે કોણે મુલાકાત લીધી લાજપોર જેલમાં Alpesh kathiriya ,ગબ્બરની ફોજ” આ શબ્દો લખીને પાસનાં કાયૅકતૉઓ અને અલ્પેશ કથિરીયાનાં ચાહકો દ્નારા આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

સ્થાનિક સ્વરાજ ચૂંટણી માં આપને સુરતમાં 27 સીટ લાવવામાં પાસનો હાથ હોવાનું સામે આવ્યું હતું, ત્યારે અલ્પેશની ધરપકડ બાદ કોઈ આપનો નેતા લાજપોરમાં મુલાકાતે ન જતાં પાસનાં કાર્યકરો માં નારાજગી જોવા મળી હતી.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.