સુરતના મેયર માટે ક્યાં ક્યાં નામો ચર્ચામાં છે!! જાણો અહીં…

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીને 93  જ્યારે આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીનું ખાતું ખૂલ્યું નથી, ત્યારે હવે સુરતના મેયર કોણ બનશે તેને લઈને ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે. સુરત મહાનગરપાલિકામાં રોટેશન પ્રમાણે પ્રથમ અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત રાખવામાં આવી છે, ત્યારે કઈ મહિલા કોર્પોરેટર ને મેમ્બર બનાવવામાં આવે છે તેને લઈને ચર્ચાઓ અને દોડધામ શરૂ થઈ ચૂકી છે. 

સુરત મહાનગરપાલિકામાં મેયર તરીકે અઢી વર્ષની પ્રથમ ટર્મ મહિલા જ્યારે બીજી ટર્મ પુરુષ માટે ફાળવવામાં આવી છે. ત્યારે કઈ મહિલા કોર્પોરેટર આ વખતે મેયર બને છે, તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં ત્રણ ટર્મથી જીતતા અને 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટીકીટ નહીં આપવાની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને સિનિયર અને અનુભવી ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી નથી. આમ નવા અને એક ટર્મ રહી ચુકેલી મહિલા કોર્પોરેટરમાંથી જ કોઈને મેયર બનાવવામાં આવશે, જોકે કોણે મેયર બનાવવામાં આવે છે. તેને લઈને પાર્ટીમાં મનોમંથન શરૂ થઈ ગયું છે. 

જોકે આ અંગે એવી પણ ચર્ચા છે કે આમ આદમી પાર્ટીના પાટીદાર વિસ્તારમાં થયેલા પગ પેંસારાને પગલે મેયર પદ સૌરાષ્ટ્રવાસી મહિલાને આપવામાં આવશે. જેથી આગામી 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવી શકાય, ત્યારે ભાજપ પ્રદેશના મંત્રી રહી ચૂકેલા દર્શની કોઠીયા મેયર પદની રેશમાં સૌથી આગળ છે. અગાઉ કોઠીયાનું નામ સુરતના સાંસદના ઉમેદવાર તરીકે પણ ચાલ્યું હતું, જોકે ટીકીટ ફરી દર્શના જરદોષને મળી હતી. 

અહીં બીજું નામ મૂળ સુરતી એવા હેમાલી બોઘાવાલાનું છે. હેમાલીની આ બીજી ટર્મ છે. હેમાલી ભાજપ મહિલા મોરચાના મહામંત્રી રહી ચૂક્યા છે, સાથે જ જીએસઆરટીસીના ડિરેકટર પણ તેઓ હતાં. ગત ટર્મમાં તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન હતાં. આમ તેમને પાલિકાના વહીવટનો સારો અનુભવ છે. જોકે આ બધા વચ્ચે એક વાત ખૂબ સ્પષ્ટ છે, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની ગુડ બુકમાં હશે તે જ મેયર બનશે. 

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.