સવારે વહેલાં ઊઠીને ભજન-કિર્તન કરવામાં આવે છે. સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન અને સૂર્યની સાથે પિતૃઓને જળ આપવામાં આવે છે. માગશર મહિનામાં શંખ પૂજા અને શ્રીકૃષ્ણ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનામાં વ્રત-ઉપવાસની સાથે જ દાન અને અન્ય ધાર્મિક કામ કરવામાં આવે છે. આ મહિનામાં ધાર્મિક અને શારીરિક નિયમોનું પાલન કરીને સંયમની સાથે રહેવાનું હોય છે.
તેની પાછળ વૈજ્ઞાનિક કારણ આ માસનું અનુકૂળ વાતાવરણ છે. વર્ષાઋતુમાં આકાશમાં વાદળો ઢંકાયેલાં રહે છે. એવી વખતે સૂક્ષ્મજીવ ઉત્પન્ન થતાં રહે છે અને રોગો ફેલાય છે. જ્યારે શરદઋતુ આવે છે ત્યારે આકાશ સ્વચ્છ થઈ જાય છે અને સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર આલે છે, જેનાથી રોગાણુ સમાપ્ત થઈ જાય છે અને મોસમ સ્વાસ્થ્ય માટે અનુકૂળ બની જાય છે. તાજી હવા, સૂર્યની પર્યાપ્ત રોશની વગેરે શરીરને સ્વાસ્થ્યલાભ પહોંચાડે છે. આ કારણે જ માગશર મહિનામાં સવારે નદી સ્નાનનું વિશેષ મહત્વ ધર્મ શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. સવારે વહેલાં ઊઠીને નદીમાં સ્નાન કરવાથી તાજી હવા શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે. આ પ્રકારે વાતાવરણથી અનેક શારીરિક બીમારીઓ સમાપ્ત થઈ જાય છે.