જાણો શું છે લગ્ન પ્રસંગો માટે ગુજરાત સરકારનો નવો નિર્ણય…!!

ગુજરાત: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈ રાજ્ય સરકારે જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં કર્ફ્યૂ સમય દરમિયાન લગ્ન કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્ન સમારોહ જેવી ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકા થી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે તેવી જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે આ મર્યાદા 200 રાખી હતી, પરંતુ કેસ વધતા અને સુપ્રીમ કોર્ટની ફટકાર મળતા આ મર્યાદા 100 લોકોની કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ અને ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આજથી મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં નાઈટ કરર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે તે સાત ડિસેમ્બર સુધી યથાવત રહેશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.