WhatsAppના સીઈઓ Will Cathcartએ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેમને નવી પોલિસી વિશે જણાવ્યું છે. હવે તમારે તે જાણવું જરૂરી છે કે, નવી પોલિસી તમારા ઉપર કેવી રીતે અસર કરશે.
WhatsAppએ બ્લોગ પોસ્ટ દ્વારા તે પ્રાઈવેસી પોલિસી વિશે લોકોને જણાવ્યું છે જેના કારણે બબાલ થઈ રહી છે. નોંધવા જેવી વાત તે છે કે, વોટ્સએપે પોતાની વિવાદીત પોલીસીથી વોટ્સએપે પોતાના હાથ પાછા ખેંચ્યા નથી, પરંતુ માત્ર લોકોને તેના વિશે જાણકારી આપવામાં આવી રહી છે.
WhatsApp હાલમાં જ પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કર્યા હતા, તે પછી બબાલ મચી ગયો હતો. ખાસ કરીને ભારતમાં. લોકોએ WhatsAppના વિકલ્પની Telegram અને Signal તરફ તે પછી WhatsAppએ ફુલ પેજ એડ આપીને લોકોને વિશ્વાસ અપાવ્યો કે, પોલિસીમાં ફેરફારના કારણે યૂઝર્સની પ્રાઈવર્સી સાથે સમજૂતી કરવામાં આવશે નહીં. હાલમાં જ India Today Conclave Eastમાં ફેસબુક ઈન્ડિયા હેટે તે માન્યું કે, ભારતમાં તેઓ વધુ સારી રીતે આ પોલિસીને લાવી શકે છે.
જોકે, વોટ્સએપે તે અપડેટને કેટલાક સમય સુધી હોલ્ડ પર રાખ્યો છે. કંપનીએ પોતાના નવા બ્લોગપોસ્ટ દ્વારા લોકોને જણાવી રહ્યું છે કે, કંપની લિમિટેડ ડેટા લે છે, પરંતુ વિશ્વાસું છે. વોટ્સએપે આ બ્લોગ પોસ્ટમા બીજી એપ્સ વિશે પણ વાત કરી છે, જોકે કોઈ એપ્સના નામ લીધા નથી.
કંપની અનુસાર પાછલા કેટલાક સપ્તાહથી દુનિયાભરના અનેક યૂઝર્સ પાસેથી ફિડબેક લેવામાં આવી રહી છે, જેથી તેમની વાત સારી રીતે સાંભળી શકાય. ધ્યાન આપનારી વાત તે છે કે, વોટ્સએપે જે પોલિસીમાં ફેરફાર કર્યો છે તે તે અકબંધ છે, કંપનીએ માત્ર તેટલું કર્યું છે કે, તેના વિશે લોકોને માહિતી આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ાનાથી પહેલા બતાવ્યા વગર જ અપડેટ પુશ કરી દેવામાં આવ્યું હતં.
આવાનાર કેટલાક સપ્તાહોમાં WhatsApp યૂઝર્સને નવી પોલિસી રિવ્યૂ કરવાની તક આપશે. WhatsAppના કેટલાક યૂઝર્સે એક બેનર દેખાશે જ્યાંથી આ પોલિસીને દેખાશે. પાછલી વખતે આવી રીતનું કોઈ ઓપ્શન આપવામાં આવ્યું નહતું.
WhatsApp યૂઝર્સને મળશે નવું ફિચર
રિવ્યૂ પર ટેપ કરીને યૂઝર્સ વોટ્સએપ દ્વારા બદલવામાં આવે રહેલી પોલિસીને વાંચી શકે છે. કંપનીને તે વાત ઉપર પણ ભાર આપ્યું છે કે, આ અપડેટ પછી લોકોના વોટ્સએપ કોન્વર્સેશનની પ્રાઈવસીમાં કોઈ ફેરફાર થશે નહીં. કંપની કહી રહી છે કે, ઓપ્શનલ બિઝનેસ ફિચર વિશે છે જે બિઝનેસ સાથે કોમ્યૂનિકેશનને સિક્યોર બનાવશે અને બધા માટે સરળ બનાવશે.
WhatsAppએ પોતાના બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે, કંપની WhatsApp બિઝનેસ દ્વારા નવી પદ્ધતિ બનાવી રહી છે, જેનાથી ચેટિંગ અને ખરીદી કરી શકાશે. તે બધી જ રીતે ઓપ્શનલ હશે. પર્સનલ મેસેજ પહેલાની જેમ જ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે.
કંપનીએ પોતાના નવા બ્લોગપોસ્ટમાં તે વાત ઉપર પણ ભાર આપ્યું છે કે, WhatsApp બધા માટે ફ્રિ છે. પ્રતિદિવસ લાખો લોકો બિઝનેસ સાથે વોટ્સએપ ચેટ કરે છે કેમ કે તેમને કોલ કરીને ઓર્ડર પ્લેસ કરવાથી વોટ્સએપ વધારે સરળ લાગે છે.
આ બ્લોગ દ્વારા WhatsAppએ નામ લીધા વગર Telegram અને Signal ઉપર પણ તંજ કસ્યો છે. WhatsAppએ કહ્યું કે, કંપનીને ખબર છે કે, કેટલીક એપ્સ એવું કહે છે કે, તેમની સર્વિસ સારી છે કેમ કે તેઓ WhatsAppની સરખામણીમાં ઓછું યૂઝર ડેટા લે છે. કંપનીએ તે જણાવવાની કોશિશ કરી છે કે, ભલે વોટ્સએપ યૂઝર્સનો ડેટા લે છે પરંતુ તે વિશ્વાસુ છે.
કંપની અનુસાર લોકો એવી એપ્સ પસંદ કરે છે જે સુરક્ષિત અને વિશ્વાસું હોય, ભલે પછી તેના માટે WhatsApp લિમિટેડ ડેટા ક્લેક્ટ કરે છે.