જ્યારે કોઇ બાળક સગીર બનવા લાગે તો તેનામાં શું શું બદલાવ આવે છે?

પુરુષોમાં યુવાન થવા દરમિયાન તેમાં આવનારા શારીરિક અને અન્ય બદલાવ અંગે જાણકારી ઘણી ઓછી છે. લોકોને માલૂમ નથી હોતું કે, તેનાં લક્ષણ શું છે અને તેમની શું અસર થાય છે. યુવકોમાં બાળકથી જવાન થવાની પ્રક્રિયાની પ્યૂબર્ટી (Puberty) કહેવાય છે. આમ તો યુવકોમાં પણ શારીરિક બદલાવની પ્રક્રિયા તે જ છે જે યુવતીઓમાં હોય છે. પણ અલગ અલગ યુવકોમાં તેની તીવ્રતા અલગ અલગ હોઇ શકે છે.

મોટાભાગે યુવકોમાં યુવાનીનાં લક્ષણ 12-14 વર્ષી ઉંમરમાં દેખાવા લાગે છે. યુવકોમાં તેનાં શરૂઆતી લક્ષણ કંઇક આ રીતનાં હોય છે.

– ગુપ્તાંગોમાં વાળ આવવાં, અંડકોશનો આકાર વધવો, અંડકોશનું પાતળું અને લાલ થઇ જવું…

આ બદલાવનાં લક્ષણને એક વર્ષ બાદ આગામી 4-5 વર્ષ સુધી યુવકોનાં શરીરમાં નીચે પ્રમાણે બદલાવ આવે છે.

– ગુપ્તાંગોમાં વધુ વાળ આવે છે જે કર્લી હોય છે, લિંગ અને અંડકોશનો આકાર વધવાં લાગે છે અને તેનો રંગ કાળો થતો જાય છે, બગલમાં વાળ આવે છે, અવાજ ભારે થવા લાગે છે. જોકે શરૂઆતમાં આ અસ્થિર બદલાવ છે, ચહેરા પર ખીલ આવવા લાગે છે,.ચહેરા પર વાળ આવે છે, શરીરનો વિકાસ થાય છે, યુવકોની હાઇટ 7-8 ઇંચ વધી જાય છે. તેમનું શરીર વધુ માંસલ થઇ જાય છે, તેમને રાત્રે ઉત્તેજક સપના આવવાં લાગે છે. ઊંઘમાં વીર્ય (semen) નીકળવાંની ઘટના થાય છે.

ચારથી પાંચ વર્ષનાં પ્યૂબર્ટી બાદ મોટાભાગનાં યુવકોમાં 18 વર્ષનાં થતા થતા વયસ્ક થવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે. તેમનાં જનનાંગ વયસ્કની જેમ જ થઇ જાય છે. અને તેમનાં ગુપ્તાંગોનાં વાળ તેમનાં જાંઘની અંદરનાં ભાગ સુધી ફેલાઇ જાય છે. ચહેરા પર ભારે દાઢી આવવા લાગે છે અને ચહેરાની નીચેનો ભાગ પણ વાળથી ઢંકાવા લાગે છે.

યુવકોમાં પ્યૂબર્ટીનાં આ બાહ્ય લક્ષણ છે. આ ઉપરાંત માતા-પિતા માટે ખુબજ જરૂરી છે કે, આ દિવસોમાં બાળકોમાં જે ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક બદલાવ આવે છે. તેની જાણકારી રાખે. કિશોરોમાં આ બદલાવ અને આ પ્રકારનાં વિકાસનો અર્થ છે દુનિયામાં તેમની જગ્યા બનાવવી અને નવી ભૂમિકાઓ માટે પોતાને તૈયાર કરવાં.

આ એક કઠિન પ્રક્રિયા છે. અને તે કારણે તેમનાંમાં ઘણાં ભાવનાત્મક અને માસિક સ્વાસ્થ્યનાં મુદ્દા જેવાં આત્મસન્માન, ડિપ્રેશન, ચિંતા,ગુસ્સો જેવાં મનોભાવ આવવાં લાગે છે. કિશોરાવસ્થાની આ સામાન્ય વાતો છે. જો તેને સંભાળવામાં સમસ્યા થતી હોય તો કૃપ્યા કોઇ થેરેપિસ્ટની સલાહ લેવી જોઇએ.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.