જ્યારે VTV મહામંનથન કાર્યક્રમ થી જાણીતા થયેલા અને સત્યને વળગી રહેલા ઇસુદાન ગઢવી એ રાજીનામુ આપીને લોકસેવા ના કાર્યમાં જોડાયા છે. અને આગામી દિવસો માં પોતાનો નિર્ણય જાહેર કરવાના છે.
આ રાજીનામા અને પોતાનો નિર્ણય જણાવવાના વચ્ચેના દિવસોમાં ઇસુદાન ગઢવી પોતે ગામડાઓ માં ફરી રહ્યા છે.. અને લોકો, ખેડૂતો, મહિલાઓ તરફથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.
તેઓ ખંભાળિયા તાલુકાના બેહ ગામે આવેલ જુગીવારા ધામ ખાતે ઇસુદાન ભાઈ ગઢવી એ મુલાકાત લીધી હતી આ તકે બેહ ગામના આગેવાન વેરશી ભાઈ ગઢવી તેમજ સરપંચ દેવદાસ ભાઈ સિંધિયા સહિતના બેહ ગામના અગ્રણી ઓ ઉપસ્થિત રહી ઇસુદાન ભાઈ ગઢવી નું હર્ષ ભેર સ્વાગત કર્યું હતું
આ તબ્બકે ઇસુદાન ભાઈ ગઢવી એ અગ્રણીઓ સાથે ખેડૂતોના સમસ્યાઓ તેમજ બેહ બંધારા યોજના સહિતના પ્રશ્નનો જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી બરાડી પંથક માં ઇસુદાન ભાઈ ગઢવી ની મુલાકાત થી નવી આશા ની કિરણ સાથે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હવે જોવાનું એ રહ્યું, કે તેઓ આ મળી રહેલા પ્રતિસાદને લઈને રાજકારણ માં જોડાઈ છે કે પછી અન્ય કોઈ નવા સંગઠન ની રચના કરે છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…