વતનની વ્હારે સેવા સંસ્થા ના અભિયાનમાં ભાવનગર ટીમ દ્વારા વિવિધ તાલુકાઓમાં મુલાકાત..!!

કોરોનાની બીજી વેવ જેની શહેર થી લઈને ગામડાઓમાં ખુબ મોટી અસર ઉભી થઈ છે શહેરમાં તો સારવારની વ્યવસ્થા મળી રહે છે જ્યારે નાના નગરો અને ગામડામાં રહેતા સંક્રમિત થયેલા સભ્યોને સારવાર માટે ખુબજ તકલીફ થાય છે, સેવા સંસ્થા- સુરત દ્વારા વતનની વ્હારે અભિયાન દ્વારા ડોક્ટરો અને સ્વંયસેવકો સાત દિવસીય સૌરાષ્ટ્રમાં અલગ અલગ ટિમ લઈને ગામડે ગામડે જઈને સેવા આપશે જેના ભાગરૂપે આજે સુરતથી આવેલી ભાવનગર ટિમ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં મુલાકાત કરવામાં આવી હતી.

આજ રોજ સવારે ગારીયાધાર ખાતે ચાલી રહેલ આઇસોલેશન સેન્ટર ખાતે મુલાકાત લઇ એક એમ્બ્યુલન્સ વીથ ઓકિસજન વાન ઉપયોગ મા આપવામા આવી. અને વોર્ડ મા દીન પ્રતિદિન વધતા કોરોના પોઝીટીવ કેસ બાબતે આયોજક સુધીર વાઘાણી સાથે ચર્ચા કરવામા આવી.

ત્યારબાદ હાસ્યકલાકાર પોપટભાઇ માલઘારી ના સંકલન બાદ સુરત થી વતનને વ્હારે આવેલ ભાવનગર આયોજક કમીટી મેમ્બર રોનક પટેલ- સુદામા, યુવા સામાજીક અગ્રણી હીરેન ખેની, સુરત કોર્પોરેટર મહેશ અણઘણ તથા સુદામા ગ્રુપ ના ક્રુણાલ રામાણી, ધ્રુવ કસવાલા, મયુર જસાણી, શૈલેશ સવાણી અને ટીમ તળાજા ખાતે જવા રવાના થયા.

પોપટભાઇ ની સાથે જગવિખ્યાત સાહીત્ય કલાકાર માયાભાઇ આહીર સાથે તળાજા મુકામે આઇસોલેશન સેન્ટર ની મુલાકાત લેવામા આવી અને સુરત ખાતે બનાવેલ પ્રાઇવેટ કાર ઓકિસજન એમ્બ્યુલન્સ જોઇને માયાભાઇ એ સેવાકાર્ય કરતા આ તમામ યુવાનોને બિરદાવ્યા હતા. તળાજા આઇસોલેશન સેન્ટર ખાતે કેન્સર ના નિષ્ણાંત ડો. મહેન્દ્ર સરવૈયા દ્વારા કોરોના ના દર્દીઓ માટે આયુર્વેદીક માર્ગદર્શન પુરુ પાડેલ.

અને સુરત થી સૌરાષ્ટ્ર તરફ વતનને વ્હારે આવ્યા તેવી જાણ થતા માયાભાઇ આહીર દ્વારા યુવાનોને અભિનંદન પાઠવવામા આવ્યા અને સમગ્ર તળાજા ના તમામ આઇસોલેશન સેન્ટર પર માયાભાઇ સાથે રહી દર્દીઓ સાથે વાર્તાલાપ અને ડોકટરો ને જરુર પડતા સાધનો અને દવાઓ વિશે ચર્ચા કરી.

ત્યાર બાદ સમગ્ર ટીમ અલંગ ખાતે રેડ ક્રોસ બેંક દ્વારા નિશુલ્ક ચાલતી હોસ્પિટલ ની મુલાકાત લેવામા આવી. સેવા ના કાર્યમા માયાભાઇ આહીર દ્વારા દરેક સેન્ટર પર જરુરી દવા ઓ અને ફ્લોમીટર આપવામા આવે છે. દરેક જગ્યા સેન્ટર પર સેન્ટર આયોજકો સાથે વાર્તાલાપ કરી વધુમા વધુ પોઝીટીવ દર્દી સાથે પોઝીટીવ વાતાવરણ ફેલાવી વહેલી તકે સ્વસ્થ કરવા જણાવેલ હતું.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.