તળાજા ના મણાર ખાતે ચાલી રહેલ આઇસોલેશન સેન્ટર ખાતે મુલાકાત લઇ વોર્ડ મા દીન પ્રતીદીન વધતા કોરોના પોઝીટીવ કેસ બાબતે આયોજક અને સ્વયંસેવકો સાથે ચર્ચા કરવામાં આવી અને દર્દીઓ અને દર્દીઓના સગા સાથે વાર્તાલાપ કરી પોઝીટીવ વાતાવરણ થાય તેવી દર્દીને ગમતા વિષય પર વાતો કરી કેવી રીતે દર્દી વહેલી તકે સ્વસ્થ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો.
ત્યારબાદ પાલીતાણા મુકામે ખેડુત ભવન ખાતે સ્થાનીક આગેવાનો સાથે મીટીંગ કરવામાં આવી. તેમાં ઘનશ્યામ શિહોરા- જીલ્લા પંચાયત પ્રમુખ, ભાજપ ઉપપ્રમુખ અને માર્કેટીંગ યાર્ડ ચેરમેન – પાલીતાણા, વલ્લભભાઇ ધામેલીયા – પ્રમુખ ખેડુતભવન, હીરેનભાઇ વાધાણી – વેપારી મંડળ પ્રમુખ, પાલીતાણા ખેડુત ભવનના ટ્રસ્ટી ગોવિંદભાઈ ધામેલીયા, જનકભાઇ જીવાણી – સેક્રેટરી આપ, સુરત થી વતનને વ્હારે આવેલ ભાવનગર આયોજક કમીટી મેમ્બર રોનક પટેલ સુદામા, યુવા સામાજીક અગ્રણી હીરેન ખેની, સુરત કોર્પોરેટર મહેશ અણઘણ તથા સુદામા ગ્રુપ ના કુણાલ રામાણી ધ્રુવ કસવાલા, મયુર જસાણી શૈલેશ સવાણી અને ટીમ સાથે તમામ રાજકીય વિચારો એક બાજુ મુકી હાલ વિસ્તારની જનતા માટે સેવાકાર્યો માટે આગળ આવવા અપીલ કરી હતી. અને સ્થાનીક ઉત્સાહી યુવાનોને સુરત થી વતન વ્હારે આવેલ યુવાનો નુ ઉદાહરણ આપી વિચારોની આપ-લે કરી વહેલી તકે કેમ આ મહામારી માથી છુટકારો મળે તે માટે કામે લાગવા આગેવાનો દ્વારા જણાવ્યુ હતું.
ત્યારપછી સૌ આગેવાનો અને યુવાન મિત્રો સાથે સુરત થી વતન ને વ્હારે આવેલ ટીમ સાથે ઉતર બુનીયાદી શાળા પાલિતાણા ના સામાજીક અગ્રણી અને વાળુકડ સંસ્થાના સંચાલક દ્વારા આ ઉતર બુનીયાદી શાળા ને આ સેવાકીય યુવાનોને હોસ્પિટલ મા રુપાંતર કરવાની પરમીશન આપવામા આવી હતી. અને ૨૪ કલાક એક એબ્યુલન્સ ની સગવડ કરી આપવામાં આવી જેથી દર્દીઓને સીટીસ્કેન કરવા અને દર્દીઓને બીજી હોસ્પિટલમાં માં ફેરવવા માટે ખુબજ મદદરૂપ બની.
આજુબાજુના ૫૦ કીલોમીટર થી દર્દીઓ અહી સારવાર લેવા આવી રહ્યા છે. પાણીયારી ગામે ૫૦ બેડ ની નિશુલ્ક ચાલતુ આઇસોલેશનની મુલાકાત લીધી . ત્યા અમને પણ કાઇક નવુ જાણવા મળેલ કે અહી દર્દીઓના બે ઝોન પાડવામાં આવ્યા હતા. રેડ ઝોન અને ગ્રીન ઝોન મા વિતરણ પાડી તમામ પ્રકારની દવા , ઇન્જેક્શન અહી દર્દીઓને ફ્રી મા આપવામાં આવે છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં આર્થીક બચત થતા ખુબજ ફાયદાકારક બન્યુ છે. દરેક યુવાનો અને આગેવાન અને દાતાઓની એક જ અપેક્ષા છે કે ગમે તે રીતે આ કોરોના સામે લડાઇ લડી વહેલી તકે વિસ્તારમાં લોકોનું સ્વાસ્થય સુધરે તેવી આશા લઈને બેઠા છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…