અનલૉક 1 : કન્ટેનમેન્ટ ઝોનની બહાર ચરણબદ્ધ રીતે છૂટછાટ,ગૃહ મંત્રાલય તરફથી ગાઇડલાઇન જાહેર..

લૉકડાઉન 5.0ને કેન્દ્ર સરકારે અનલૉક 1 નામ આપ્યું છે. અનલૉક 1 માટે ગૃહ મંત્રાલય તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનની બહાર ચરણબદ્ધ રીતે છૂટ આપવામાં આવશે. હાલ તેમાં પ્રતિબંધ રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનની બહાર પૂરી રીતે છૂટ રહેશે. આ ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી રહેશે.બીજી તરફ મધ્ય પ્રદેશમાં લૉકડાઉન નો સમયગાળો 15 જૂન સુધી વધારી દેવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે હાલની સ્થિતિને જોતા લૉકડાઉન પૂરી રીતે ખોલી શકાય નહી, જેથી સરકારે એ નક્કી કર્યું છે કે લૉકડાઉનનો સમયગાળો 15 જૂન સુધી વધારવામાં આવશે. જોકે તેને લઈને શું ગાઈડલાઈન હશે તે આવતા એક બે દિવસમાં સ્પષ્ટ થશે.

લૉકડાઉન 4ની મુદત 31 મે નો રોજ પુરી થઈ રહી છે. તેના પછી આ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હતો કે શુ લૉકડાઉનની મુદત વધારવામાં આવશે કે બધુ સામાન્ય રીતે ખોલી દેવામાં આવશે.આ બધી અટકળોની વચ્ચે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હવે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પ્રદેશમાં લૉકડાઉન 15 જૂન સુધી વધારી દેવામાં આવશે.

મધ્ય પ્રદેશ સરકારે આ નિર્ણય કોરોનાના કેસ સતત વધતા હોવાને કારણે લીધો છે. હજું પણ ભોપાલ અને ઈન્દોર જેવા મોટા શહેર કોરોનાની લપેટમાં છે, જેથી સરકાર લૉકડાઉન સંપુર્ણ રીતે ખતમ કરવાનું કોઈ રિસ્ક લેવા માંગતી નથી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *