દુનિયાના કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને કોરોના થઈ ગયો છે. અ ઘટના બાદ દાઉદના ગાર્ડ્સ એન બીજા સ્ટાફને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહજબીનનો પણ રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જોકે, પાકિસ્તાન તરફથી આ વાતને વારંવાર નકારવામાં આવી રહી છે. ટૉપ સૂત્રો મુજબ આ ખબર સંપૂર્ણપણે સાચી છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઘણા સમયથી દાઉદ ઈબ્રાહિમ પોતાના પરિવારની સાથે છુપાઈને રહે છે. ભારતે અનેકવાર આ વાતના મજબૂત પુરાવા પણ આપ્યા છે કે દાઉદ પાકિસ્તાનમાં છે. તેમ છતાંય પાકિસ્તાન આ વાત સ્વીકારવા તૈયાર જ નથી.
કોરોના વાયરસનું સંક્રમણ હવે દાઉદ ઇબ્રાહિમના ઘર સુધી પહોંચી ગયું છે. દાઉદ અને તેની પત્ની મહજબીનમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. દાઉદ અને પત્નીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના ઘરમાં કામ કરનારા તમામ કર્મચારીઓને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે.
દાઉદ ભારતનો સૌથી મોટો દુશ્મન છે. દાઉદ 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ છે અને અંડરવર્લ્ડ ડૉન છે. અંડરવર્લ્ડ ડૉન દાઉદ વિશે તમામ દુનિયા જાણે છે. પરંતુ તેના પરિવાર વિશે ખૂબ ઓછા લોકોને માહિતી છે કારણ કે તેના પરિવારને હંમેશા લોકોની નજરથી દૂર રાખવામાં આવ્યો છે.
દાઉદની પત્નીનું નામ મહજબીન ઉર્ફ જુબીન જરીન છે. દાઉદ અને જુબીનાના ચાર સંતાન છે. ત્રણ દીકરીઓ માહરૂખ, માહરીન અને મારિયા, દીકરાનું નામ મોઇન છે.