જાણો અહી.. દુનિયા અને ભારતની સૌથી મોંઘી ચા અને ચાની વિવિધ પ્રજાતિ વિશે..એમાં એક પ્રજાતિ ની એક કિલો ચા ની કિંમત Rolls royce કરતા પણ વધુ….

ચા દુનિયાભરમાં સૌથી વધુ પસંદ કરાતું પીણું છે. ભારતમાં તો લોકો ચાના રસિયાઓ છે. અહીં તો ચાની પ્યાલી વિના કોઈપણ મહેમાનની આગતા-સ્વાગતા અધૂરી માનવામાં આવે છે. દુનિયાભરમાં ઘણા અનોખા ફ્લેવરની ચા મળે છે. પરંતુ આજે અમે અહીં ચાના વિવિધ ફ્લેવર્સ નહીં પરંતુ દુનિયા અને ભારતની સૌથી મોંઘી ચા અને ચાની વિવિધ પ્રજાતિ વિશે વાત કરવાના છીએ.

  1. ડા હૉન્ગ પાઓ ટી

ઘણા રિપોર્ટ્સ અનુસાર, ચીનના વૂઈસન વિસ્તારમાં આ ખૂબ જ ખાસ પ્રકારની ચા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ચાને પીવાથી માણસને ઘણા રોગોથી મુક્તિ મળી શકે છે. કદાચ આ જ કારણ છે કે, આ ચાની કિંમત આશરે સાડા 8 કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

આટલી કિંમતમાં તો ભારતમાં Rolls Royce કાર પણ મળી જાય છે. એટલે કે આ ચાની કિંમત દુનિયાની સૌથી લક્ઝરી કાર Rolls Royceના ઘણા મોડલ્સ કરતા પણ ઘણી વધારે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં Rolls Royceના સૌથી સસ્તા ઘોસ્ટ મોડલની કિંમત આશરે 5.5 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં, તેમાં સૌથી મોંઘી Rolls Royce કાર પણ આશરે 10.5 કરોડ રૂપિયાની હોય છે. એટલું જ નહીં, આટલી કિંમતમાં તમે ખૂબ જ આરામથી દિલ્હી-એનસીઆર જેવા વિસ્તારમાં 50 લાખ રૂપિયાની કિંમતવાળા 16 ફ્લેટ ખરીદી શકો છો.

  1. તૈગુઆનઈન ટી

તૈગુઆનઈન ટીનું નામ બૌદ્ધ ગુરુ તૈગુઆનઈનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આજે તે દુનિયાની સૌથી મોંઘી ચાના લિસ્ટમાં સામેલ છે. બ્લેક અને ગ્રીને મિક્સ કરીને બનતી આ ચાનો સ્વાદ ખૂબ જ અલગ હોય છે. તેને ઉકાળવા પર તેનો રંગ પણ બદલાઈ જાય છે. તૈહુઆનઈન ટીની કિંમત આશરે 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

  1. પાંડા ડંગ ટી

પાંડા ડંગ ટીની પણ દુનિયાની સૌથી મોંઘી ચામાં ગણતરી થાય છે. તેના એક કિલોગ્રામની કિંમત આશરે 5.7 લાખ રૂપિયા છે. આ ચાને ઉગાડવા માટે જે ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પાંડાનું મળ સામેલ હોય છે. પાંડા માત્ર વાંસ ખાય છે, જેને કારણે તેમના શરીરને 30% ન્યૂટ્રીશન મળે છે, બાકી 70% ટકા ખાતર દ્વારા ચાની પેદાશને વધારે છે.

  1. પીજી ટિપ્સ ડાયમંડ ટી

બ્રિટિશ ટી કંપની પીજી ટિપ્સના સંસ્થાપકના 75માં જન્મદિવસના અવસરે કંઈક ખાસ કરવા માટે આ ટી બેગ તૈયાર કરવામાં આવી હતી. ટી-બેગમાં 280 હીરા જડેલા હોય છે, જેને બનાવવામાં 3 મહિનાનો સમય લાગે છે. આ ચાની કિંમત 9 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

  1. વિન્ટેજ નાર્કિસસ

વિન્ટેજ નાર્કિસસ ચા સાથે સંકળાયેલા કેટલાક કિસ્સાઓ પણ છે. આ ચાની પૃષ્ઠભૂમિ પણ ચીન સાથે સંકળાયેલી છે. હાલ આ ચાના બગીચાનું અસ્તિત્વ સમાપ્ત થઈ ચુક્યું છે, પરંતુ છેલ્લીવાર જ્યારે આ ચા વેચાઈ હતી, ત્યારે તેની કિંમત 5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતા.

  1. ભારતની સૌથી મોંઘી ચા, ગોલ્ડન ટિપ

આસામના મૈજાન ટી એસ્ટેટની ગોલ્ડન ટિપ ચા ગત વર્ષે 70501 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ હતી. દુનિયાની સૌથી જુની ચા કંપની આસામ કંપની ઈન્ડિયા લિમેટેડએ સિઝનની સૌથી સારી ગુણવત્તાવાળી આ ચાને 31 જુલાઈએ ગુવાહાટી ચા નીલામી સેન્ટરમાં ઓનલાઈન નીલામી દ્વારા વેચી હતી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.