વેન્ટીલેટર પર રહેલ દર્દીને બચાવવા માટે ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો ઉપયોગ થયો અસરકારક..

કોરોનાની દવા હજુ સુધી શોધાઇ નથી સમગ્ર વિશ્વ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યું છે.ત્યારે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રહેલ દર્દીને બચાવવા માટે ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે આવા દર્દીઓના ઉપચારમાં અસરકારક નિવડી રહ્યો છે.વેન્ટીલેટર પર રહેલા દર્દીની સારવાર માટે જ ઉક્ત ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીની સધન તપાસ કરી જરૂરિયાત જણાઈ આવે ત્યારે જ ડોઝ નક્કી કરવામાં આવે છે.

જે દર્દીમાં સાયટોકાઈન સટોમની સ઼્થિતિ સર્જાય અને આઈએલ-6 એટલે કે ફેફસામાં એકાએક સોજાનું પ્રમાણ વધી જાય તેવી દર્દીઓની સારવાર માટે ખાસ કરીને આ ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે.આ ઈન્જેક્શનને ખાસ તાપમાને સંગ્રહ કરવામાં આવે છે તેમજ તકેદારી સાથે આપવું પડે છે.

આ ઈન્જેક્શનની ઉપયોગીતા એ છે કે તેનો ડોઝ આપ્યા બાદ અસરકારકતા ત્વરીત છે. વેન્ટીલેટર પર રહેલા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ખૂબ જ હોય ત્યારે ઉક્ત ઈન્જેકશન આપ્યા બાદ તેની તીવ્ર અસરના કારણે શ્વાચ્છો-શ્વાસમાં પડતી તકલીફ દૂર થઈ છે.

કોરોનાગ્રસ્ત એક દર્દી કે જેઓને શ્વાચ્છોશ્વાસમાં વધતી તકલીફના કારણે વેન્ટીલેટર પર રાખવા પડ્યા હતા તેઓને આ તકલીફમાંથી બહાર લાવવા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આશીર્વાદ રૂપ બન્યુ.

તેઓ પોતાનો પ્રતિભાવ જણાવતા કહે છે કે, સિવિલના તબીબોની કુશળતા અને સંવેદનશીલતાની કારણે મારી તકલીફો દૂર થઈ છે. આ ઈન્જેકશનના કારણે હું હાલ સ્વસ્થ છું. મને આની કોઈપણ આડઅસર થઈ નથી.આવા ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સરકાર દ્વારા ઉપલ્બધ ટોસિલિઝુમેબ ઈન્જેકશન અસરકારક નિવડી રહ્યુ છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *