કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે સામાજીક કાર્યમાં સક્રિય એવા
જાગૃત યુવાન અતુલભાઈ વાડદોરિયા એ પોતાના 27માં જન્મદિવસ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે સહુને પ્રેરિત કર્યા હતા, લાલ દરવાજા ખાતે સેવીયર વોલ્યુંટરી બ્લડ બેંક એન્ડ રિસર્ચ સેન્ટરમાં કુલ 107 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા, વિદ્યા વિકાસ એજયુકેશન ટ્રસ્ટ યુવા ટીમ અને વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહિયારા સહયોગ થી અને અવિનાશભાઈ લાઠીયાનાં સહકારથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં હાસ્ય કલાકાર ધનશ્યામભાઈ લખાણી તેમજ ભાગવત કથાકાર અરૂણદાદા રાધેશ્યામ, વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ વતી ભુપતભાઈ સુખડીયા, સરદારધામ વતી વિપુલ સાચપરા અને જીલ પટેલ સ્વ સર્જન ફાઉન્ડેશન અમદાવાદ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં આ કેમ્પમાં રકતદાતાઓને હરભોલે ચકલી બચાવો અભિયાન ના પ્રણેતા રાજેશભાઈ સરધારા અને સંતકૃપા ફરસાણ તરફથી ગીફ્ટમાં ચકલીઘર આપવામાં આવ્યાં હતાં તથા વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી બેકરી પ્રોડક્ટ્સ ગીફ્ટ આપવામાં આવી હતી સાથે દરેક રકતદાતા ને સન્માનપત્ર આપવામાં આવ્યાં હતા.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…