સુરતમાં કોરોનાથી પિતા અને કાકા ગુમાવનાર બે બાળકોના શિક્ષણને લઈને આપના આ નેતાએ માનવતા મહેકાવી..!!

સુરતમાં ઉમરા વિસ્તારમાં કોરોનાથી પિતા અને કાકા ગુમાવનાર બે બાળકોના શિક્ષણ ફી ભરીને આપના આ નેતા તુષાર મેપાણી એ માનવતા મહેકાવી છે. આ સાથે જ એક પત્ર અભિયાન શરૂ કર્યું છે કે, જે બાળક ના વાલી ( પિતા ) expired થયાં છે એ બાળક ની 100% ફી ગયા વર્ષ ની અને આવતા વર્ષ ની માફી માટે સહકાર માંગુ છું. આશા છે કે મોટાભાગ ની શાળા સાથ સહકાર આપશે. અંદાજિત આખા વોર્ડ -2 માં 25-30 બાળકો હશે.જાણો સમગ્ર માહિતી તુષાર મેપાણી ના શબ્દોમાં…

ઉમરા વિસ્તાર ( વોર્ડ -2 – સુખાંનંદ સોસાયટી ) માંથી એક છોકરા નો ફોન આવ્યો કે મારાં પાપા અને કાકા બંન્ને કોરોના મહામારી માં expired થઇ ગયા છે. અમે બંન્ને ભાઈ JV ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણીયે છીએ . પણ હવે ફી ભરી શકાય એમ ન હોવાથી સ્કૂલ માંથી લીવીંગ સર્ટિફિકેટ મળી શકે એમ નથી.

આ જાણતા ની સાથે જ સ્કૂલ નો સંપર્ક આજે સવારે કરતા જાણવા મળ્યું કે બે દીકરા 1) અનીશ જયસુખભાઇ ચોવટિયા – ધોરણ 12 ( ફી -20000 ) અને 2) લક્ષ્ય જયસુખભાઇ ચોવટિયા ધોરણ 8 ( ફી -16000) ટોટલ 36000 ફી હતી. જેમાંથી સરકારે 25%(9000) માફ કરેલી હતી. બાકી નીકળતી 27000 માંથી સ્કૂલ ને request કરતા 27000 ના 51% જેટલી ફી માફ કરી આપી. એ બદલ JV ઇન્ટરનેશનલ સ્કૂલ નો હૃદય ના ભાવ સાથે ખુબ ખુબ આભાર. અને બાકી નીકળતી ફી મે તરત જ આજે 12960 ભરીને બાળક નું Result મેળવતા 91% સાથે પાસ થયો એ બદલ બાળક ને અભિનંદન…

સાથે હું જ્યાં રહુ છું અને મારો મતવિસ્તાર માનું છું એ વોર્ડ માંથી જ બાળક ના પાપા અને કાકા expired થઇ ગયા એમના સદ્દગત આત્મા ને પરમાત્મા શાંતિ આપે એ જ પ્રાર્થના..

વોર્ડ -2 માં આવતી તમામ શાળા ને આજથી પત્ર અભિયાન શરૂ કરૂ છું કે જે બાળક ના વાલી ( પિતા ) expired થયાં છે એ બાળક ની 100% ફી ગયા વર્ષ ની અને આવતા વર્ષ ની માફી માટે સહકાર માંગુ છું. આશા છે કે મોટાભાગ ની શાળા સાથ સહકાર આપશે. અંદાજિત આખા વોર્ડ માં 25-30 બાળકો હશે.

જય હિન્દ – લિ. તુષાર મેપાણી.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *