ઇન્કમ ટેક્સ અંગે આ પાંચ નવા નિયમો 1 એપ્રિલથી થશે લાગુ, ફટાફટ જાણી લો તમે પણ

31 માર્ચે નાણાંકીય વર્ષ પૂર્ણ થશે અને પહેલી એપ્રિલથી નવું નાણાકિય વર્ષ શરૂ થશે ત્યારે પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટમાં ઇનકમ ટેક્સ અંગે જાહેરાત કરી હતી. જે પહેલી એપ્રિલથી લાગું થશે. ત્યારે એપ્રિલ મહિનાથી ઇન્કમ ટેક્સ રિટર્નથી લઇને અનેક બાબતોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે ચાલો જાણીએ કે ઇન્કમ ટેક્સ અંગેના પાંચ નિયમો જેમાં ફેરફાર થશે.

1- PF ટેક્સ નિયમ
સરકારે એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડમાં વધુ રોકાણ કરનાર પક્ષકારો પર ટેક્સ લાદ્યો છે. સરકાર દ્વારા PFની વાર્ષિક ફાળવણીમાં 2.5 લાખથી વધુની રકમ પર ટેક્સ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય કર્મચારીઓના હિતમાં છે અને 2 લાખથી ઓછી આવક ધરાવતા કર્મચારીઓ પર આ બોજો લાગુ નહીં થાય.

2- TDSમાં ફેરફાર
સરકારે વધુને વધુ લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા થાય તે હેતુસર TDS અને TCSના ઉંચા દર સૂચવ્યા છે. બજેટમાં સરકારે ઈન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 206AB અને 206CCAના સ્પેશયલ પ્રોવિઝન ઉમેર્યા છે. ઈન્કમ ટેક્સ ન ભરનારને પણ ટેક્સની જાળમાં લાવવા માટે સરકારે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સમાં નોંધપાત્ર છૂટ આપી છે.

3- વૃદ્ધો માટે ITR નહીં
સરકારે ભારતના 75 વર્ષથી વધુ વયના લોકોને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાંથી મુક્તિ આપી છે. જોકે, મહત્વની પૂર્વશરત એ છે કે આ કરદાતાઓને પેન્શનની આવક અને બેંકના પેન્શન ખાતાના વ્યાજ સિવાયની અન્ય કોઈ આવક ન હોવી જોઈએ.

4- IT રિટર્ન સરળ બનાવ્યું
સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં સરળતા રહે તે માટે નોકરીની પગાર આવક, ટેક્સ ચૂકવણી, ટીડીએસ અને અન્ય જરૂરી બાબતો અગાઉથી જ ફોર્મમાં ભરીને આપાવની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે લિસ્ટેડ સિક્યોરિટીસમાંથી કેપિટલ ગેઈન, ડિવિડન્ડની આવક અને બેંકના વ્યાજની આવક, પોસ્ટ ઓફિસની આવકની વિગતો પણ અગાઉથી જ ભરીને આપવામાં આવશે.

5- LTC
સરકારે Leave Travel Concession સામે રોકડ ચૂકવણીમાં ટેક્સ માફીની જાહેરાત કરી છે. કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓ મુસાફરી ન કરી શકતા તેમને ટ્રાવેલ અલાઉન્સની સામે આ સ્કીમ જાહેર કરીને ગ્રાહક માંગ વધારવાનો નિર્ણય કર્યો હતો.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *