ભગવાનને ધરાવ્યા બાદ ભોજન કરવાના વૈજ્ઞાનિક ફાયદા પણ છે…!! જાણીને તમને પણ નવાઈ લાગશે..!!

હિંદુ ધર્મ માં ભગવાન ને પ્રસાદ અથવા ભોજન કરાવવાની પરંપરા છે. અમુક લોકો રોજ વિધિ-વિધાન થી ભગવાન ની પૂજા ભલે ન કરે, પરંતુ એમના ઘર માં ભગવાન ને પ્રસાદ જરૂર ચઢાવે છે. એમ તો આની પાછળ નું કારણ એ છે કે શ્રીમદ ભાગવત ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે ભક્ત પ્રેમપૂર્વક મને ફૂલ, ફળ, અનાજ, પાણી વગેરે અર્પણ કરે છે. એમાં હું પોતે પ્રકટ થઈને ગ્રહણ કરું છું.

ભગવાનને ધરાવીને ભોજન કરવાથી ભોજનના દોષ અને વિકાર દુર થાય છે તે માત્ર કલ્પના નથી. રિસર્ચ ઇન્સ્ટીટયુટ ઓફ સ્પિરિત્ચુઅલ સાયન્સ બેંગલુરુના રેસર્ચરો એ ૩૦ વ્યક્તિ પર પ્રયોગ કર્યો અને જાણ્યું કે એક એવું ભોજન કરવા પર તેની વિધિ અને ભાવનાની અસર પડે છે. આ અસર અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ૩૦ માંથી ૧૨ લોકો ને કેહવામાં આવ્યું કે ભોજન શરુ કરતા પેહલા ભગવાનને ભોગ લગાવવામાં આવે. આઠ લોકોએ ભોગ લગાવ્યા વિના ભોજન કર્યું અને ૧૦ લોકોને ફરતા ફરતા ભોજન કરવાનું કહેવામાં આવ્યું.

સાત અઠવાડિયા સુધી કરાયેલા આ પ્રયોગ મા અભ્યાસીઓના સ્વાસ્થ્યનો અભ્યાસ કરાયો. જે લોકોએ ભગવાનને ભોગ ચઢાવીને જમ્યું તેમને ૭૦% થી વધુ આહાર સારી રીતે પચાવી લીધો હતો. ભોગ નહિ લગાવીને સામાન્ય રીતે ભોજન કરનાર લોકોના સ્વાસ્થ્ય અને પાચનશક્તિ પર તેની વિપરીત અસર પડી.

ભગવાનને ભોગ ચઢાવીને ભોજન કરવાનું કારણ મનોવિજ્ઞાનીક પણ છે. ડૉ. વસંતના જણાવ્યા અનુસાર જે કાઈ પણ ખાવા મા આવી રહ્યું છે તે કોઈ ઉચ્ચ આધ્યાત્મિક સત્તાને ભોજન સમર્પિત કરવાથી મન મેહસૂસ કરે છે કે તેને તમામ બલાઓ ભગવાન પર છોડી દીઘી છે. આ અનુભૂતિ પણ ભોજનના નકારાત્મક ગુણો ને ઘટાડે છે.

પ્રાચીન આહાર શાસ્ત્રીઓએ ભોજનની સાથે પવિત્રતા ના કેટલાયે નિયમો બનાવ્યા હતા. તેનું કારણ એ જે કાઈ હોય પરંતુ ડો. બેલોરી નું માનવું છે કે આ નિયમોની પેહલી અસર મનમાં એ અહેસાસ જગાવવા માટે મોટું કારણ બને છે કે જે ખાવામાં આવી રહ્યું છે તે દુનિયામાં સુક્ષ્મ શક્તિઓ પર પણ થવાની છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *