સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ચોરોએ ભગવાનના મંદિરોને છોડ્યા નથી. તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી કરવાની ઘટનાઓ ના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સુરત હીરાબાગ પાસે આવેલા ઉગતા પોર ની મેલડી માતાજી ના મંદિર માં રાત્રે મંદિર માં મુકેલ છતર અને બીજા ઘરેણાંની વહેલી સવારે ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ચોરી કરતા પહેલાં માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ માતાજીની મૂર્તિ ઉપર રહેલા દાગીનાની ચોરી કરી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતાં હવે આ સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
જુઓ લાઈવ CCTV દ્રશ્યો…
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોના અંતર દિનપ્રતિદિન વધી રહ્યો છે, તે મકાન કે દુકાન હોય કે મંદિર, ગમે તે જગ્યા હોય તેને પોતાનું નિશાન બનાવી ચોરી કરતા હોય છે જોકે તસ્કરો ચોરી કરે છે ત્યારે મંદિરો પણ તેમાં બાદ નથી, આ મંદિરોમાંથી ભગવાન ના દાગીના સહિત મૂર્તિની ચોરી અને ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી છે.
આ સમગ્ર ઘટના કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે તેને લઈને અનેક તર્ક-વિતર્કો થયા છે, જોકે સીસીટીવીના વાયરલ થતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને જલ્દીથી પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…