માનનીય પ્રધાનમંત્રી શ્રી, વંદે માતરમ્ સાથે જણાવવાનું કે ભારત દેશની આ ભુમિ અભિનંદન ની ભુમિ રહી છે. જયારે જયારે દેશ પર કોઇ આફત આવી છે ત્યારે આ દેશના નવયુવાનો પોતાની ફરજ સમજીને પોતાના વતન માટે સેવા કરવા તત્પર રહ્યા છે. પરંતુ આપણા દેશમાં અનેક નવયુવાનો દેશસેવા માં જોડાવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. પણ અમુક કારણોસર તેમની પસંદગી થતી નથી.
જેથી એવા નવયુવાનો ના સપના અધુરા રહી જાય છે. આ મુદ્દાને લઈને અમે તમારી પાસે એટલું જ ઇચ્છીએ છીએ કે સમગ્ર ભારતના નવયુવાનો કે જે સ્વૈચ્છિક રીતે દેશસેવા કરવા ઇચ્છતા હોય તેમને અંશતઃ સમય માટે મોકો આપવામાં આવે અને પોતાની પ્રામાણિકતા થી ફરજ બજાવી શકે એવી કોઇને કોઇ વ્યવસ્થા કરવામાં આવે. જેથી કરીને એવા નવયુવાનો કે જેમના દેશસેવા ના કોડ અધુરા રહી ગયા છે એ પુરા થઇ શકે.
અમારી આ રજૂઆત પર આપ યોગ્ય ચિંતન કરશો અને વિચારમંથન સાથે કોઇને કોઇ વ્યવસ્થા કરશો એવો અમને વિશ્વાસ છે. આપ અમારી આ બાબત પર કોઇને કોઇ પ્રત્યુત્તર જણાવશો જ એવી અમને ખાતરી છે. સહકાર ની અપેક્ષા સહ.
જય હિંદ…
પરિચય :
હું છેલ્લા 2 વર્ષથી ભારતીય સેનાની તૈયારી કરુ છું અને મારું એક સપનું છે કે હું ભારતીય સેનામાં જોડાવ અને દેશસેવા કરુ. પરંતુ છેલ્લે વર્ષ 2019 માં ભારતીય સેના ની પરીક્ષા નું આયોજન હિંમતનગર ખાતે થયેલું અને એ પરીક્ષા માં હું 50 મીટર થી ફીઝીકલ નાપાસ થયેલ છું. આ પરીક્ષા પછી પણ મે તૈયારી તો ચાલુ જ રાખી છે પણ એક સપનું હતું જીવનમાં કે હું કંઇક કરી બતાવું.
એટલે મે એક ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરી અને એ ચેરીટેબલ ટ્રસ્ટ ને નામ આપ્યું કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, આ ટ્રસ્ટ સમગ્ર ભારતમાં કાર્યરત છે. પણ મૂળ વાત તો એ જ કે મારે કંઇક દેશ માટે કરવું છે એટલે મે મારા જીવન ના સંકલ્પ થી અને એક વિચારથી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અરજ કરીને એક વિનંતી કરી છે કે દેશનો કોઇ પણ નાગરિક દેશસેવા કરવા માંગતો હોય તો તે નાગરિક સ્વૈચ્છિક રીતે સેનામાં જોડાઇ શકે અને દેશસેવા કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે. આ વ્યવસ્થા જો કરવામાં આવશે તો અમારા જેવા કેટલાય દેશપ્રેમી યુવાનો ભારતીય સેના માં જોડાશે અને સમય મર્યાદા અનુસાર સેવા આપી શકશે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…