વિશ્વના સોંથી મોટા સ્ટેડિયમ નું નામ સરદાર પટેલ માંથી નરેન્દ્રમોદી સ્ટેડિયમ કરવામાં આવશે…

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અમદાવાદમાં તૈયાર કરાયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. બુધવારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રમત પ્રધાન કિરેન રિજિજુ અને રાજ્યના નાયબ સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ નવી સુવિધાઓ અને સજાવટથી શરૂ થયેલા આ સ્ટેડિયમમાં રમવાની છે. ખાસ વાત એ છે કે આ નવા સ્ટેડિયમનું નામ ટૂંક સમયમાં બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવશે.

ક્રિકેટ ચાહકો લાંબા સમય પછી અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે મેચનો આનંદ માણી શકશે. આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવનિર્મિત આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હતા.

અમદાવાદનું આ સ્ટેડિયમ 63 એકરમાં પથરાયેલું છે. હમણાં સુધી મેલબોર્નને સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કહેવામાં આવતું હતું, જ્યાં 90 હજાર લોકો સાથે બેસી શકે છે. વિશેષ વાત એ છે કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ યુનિટી પછી રાજ્યમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્ટેડિયમની અંદાજીત કિંમત 800 કરોડ છે. લાર્સન એન્ડ ટર્બો કંપની દ્વારા આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *