છેલ્લાં ઘણાં સમયથી સુરત માં કોરોના બેકાબુ બન્યો છે. અને રોજ નાં લગભગ 200 જેટલા કેસ સામે આવી રહ્યા છે. પણ હકીકત માં પરિસ્થિતિ અલગ જ હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય લોકો અને સુરતના કતારગામ વિસ્તારના રહીશો નું કહેવું છે કે અશ્વિનીકુમાર સમશાનમાં લોકોના મુત્યુ પછી દેહ સંસ્કારમાં મોટી લાઇનો જોવા મળી રહી છે.
SMC આ રીતે છુપાવી રહી છે મુત્યુના આકડા?
અશ્વિનીકુમાર સ્મશાનમાં લોકોના મુત્યુ નો આકડો લેવા જતાં પત્રકારોને અટકાવવામાં આવી રહ્યા છે. અને સ્મશાનગૃહના ગેટ પાસે પૂરતો પોલિસ બંધોબસ્ત રાખવામા આવ્યો છે. જેથી મીડિયા કે અન્ય સ્મશાન માં જઈ ને ઓરિજનલ મુત્યું આંક ન લઈ આવે.

આજે સુરત ના એક પણ સ્મશાન માં લાશ બાળવા માટે ની જગ્યા નથી. અને SMC તેના લિસ્ટ માં માત્ર 3 થી 4 મુત્યું જ બતાવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ એક એમ્બ્યુલન્સ ડ્રાઇવર નો વિડિયો વાયરલ થયો હતો કે SMC દ્વારા બતાવા મા આવેલ મુત્યું આંક ખોટા છે.આ વાત ની પુષ્ટિ કરતો એક ડોક્ટર નો વિડિયો પણ વાયરલ થયો છે જેને આજ વાત કરી હતી.