પ્રોફેસર 4 મહિનાથી કોમમાં સરી પડ્યા ,આવા કપરા સમયમાં પુત્રનો જન્મ થયો પણ પિતા હજુ તેને જોઈ શક્યા નથી…

સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસે કાળી કહેર વહી રહી છે,અને ભારત દેશ ના બધા જ રાજય માં કોરોના એ હાહાકાર મંચવ્યો છે ,કોરોના એ અનેક પરિવારો ને વેરવિખેર કરી નાખ્યા છે. કોઈએ ભાઈ તો કોઈએ પોતાની બહેન કે માં-બાપ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટના એક પરિવાર ની હાલત પણ આવી થઇ છે. કોરોના એ એવી પરીક્ષા કરી કે છેલ્લા 100 દિવસથી પરિવારમાં સૌની ઊંઘ ઉડી ગઈ છે. પરિવાર ના યુવાન પ્રોફેસર કોરોના કોમામાં સરી પડ્યા છે તે હજુ બહાર આવી શક્યા નથી.

31 વર્ષીય રાકેશ વઘાસિયાને એપ્રિલ મહિનામાં કોરોના નો ચેપ લાગ્યો હતો ત્યારે તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટીલેટર પર લેવા માં આવ્યા હતા  અને તેમની કંડિશન માં સુધારો ના થતાં તેઓ કોમામાં જતા રહ્યા હતા.

તે જ સમયે રાકેશ વઘાસિયા પત્ની ગર્ભવતી હતી એટલે તેમને આ વાતની જાણ થવા ન દીધી પણ બાદમાં તેને આ વાતની જાણ થતા જ પડી ભાંગી હતી. આવા કપરા સમયમાં પુત્રનો જન્મ થયો હતો પણ પિતા હજુ તેને જોઈ શક્યા નથી.રાકેશની સારવાર માટે પૈસાની પણ તંગી સર્જાતા ઉધાર રૂપિયા લેવા પડ્યા હતા. હવે તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.તેમની સારવાર માં પરિવારની આર્થિક સ્થિતિ પણ બગડી ગઈ છે. અનેક નિષ્ણાત ડોકટરો ની સલાહ બાદ પણ ૪ મહિના પછી પણ તેમની હાલત સુધરી નથી. હવે આર્થિક રીતે પણ પરિવાર પડી ભાંગ્યો છે. માતા રોજ પુત્રને કહે છે, બેટા ચાલ જમવા બેસી જા.પ્રોફેસરની માસૂમ દીકરી પણ પપ્પા ને કહે છે કે હવે તો બોલો પપ્પા..

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *