રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લા ચાર દિવસમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. તમામ શ્રેમીના LPG ભાવ 1 માર્ચથી 25 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના ભાવ વધ્યા છે. આ કારણ છે કે ગત ચાર દિવસમાં રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ બીજી વખત વધારવામાં આવ્યા છે. માર્ચ મહિનો શરૂ થવાની સાથે જ જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આ પહેલા 25 ફેબ્રુઆરીએ રસોઇ ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

સાર્વજનિક ક્ષેત્રની ફ્યૂલ કંપનીઓ અનુસાર દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવ 819 રૂપિયા થઇ ગયા છે, અત્યાર સુધી તેનો ભાવ 794 રૂપિયા હતો. દેશભરમાં LPGનો ભાવ એક જ હોય છે. સરકાર કેટલાક પસંદગીના ગ્રાહકોને તેની પર સબસિડી આપે છે. આ પહેલા 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા, 15 ફેબ્રુઆરીએ 50 રૂપિયા અને 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયા પ્રતિ સિલિન્ડર ભાવ વધારવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરી મહિનામાં રસોઇ ગેસના ભાવ 100 રૂપિયા વધી ગયા હતા. છેલ્લા એક મહિનામાં કિંમતમાં ચોથી વખત વધારો થયો છે અને અત્યાર સુધી 125 રૂપિયા વધી ગયા છે. માત્ર ત્રણ દિવસ પહેલા પણ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર મહિનામાં 50 રૂપિયા કરી બે વખત વધારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી LPG Cylinderના ભાવમાં આશરે 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.