આ તારીખે બેસી શકે છે સત્તાવાર ચોમાસુ..!! અંબાલાલ પટેલે કહ્યું કે, ગયા વર્ષ કરતા આ વર્ષે…

હવામાન ખાતાના અનુમાન પ્રમાણે, ગયા વર્ષની સરખામણીએ આ વખતે મેઘરાજાનું આગમન વહેલું થશે. જો રાજ્યમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખની વાત કરવામાં આવે તો 15 જૂન બાદ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે. આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે તેવી આગાહી હવામાન ખાતું પહેલા જ કરી ચૂક્યું છે. ત્યારે અંબાલાલ પટેલે આ વર્ષના ચોમાસા અંગે આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે 28-29 જૂનથી ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે. 9થી 11 જૂન સુધી ગુજરાતમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે. 15થી 19 જૂને પણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થશે. જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આગામી ચોમાસું ઘણું સારું રહેવાની શક્યતા છે. કારણકે રોહિણી નક્ષત્રમાં હોવાથી નિયમિત વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં 98થી 101 ટકા વરસાદ, ઘણાં ભાગોમાં 100 ટકા વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાત અને આસપાસનાં ભાગોમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. એટલે ગુજરાતમાં શ્રીકાર વરસાદ થવાની શક્યતા છે અને ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.