ચીનથી શરૂ થયેલ કોરોનાવાયરસ આખી દુનિયામાં ફેલાય છે જેને કારણે માસ્ક પહેરવું ફરજીયાત બની ગયું છે. જેથી ફેસ માસ્ક આપણા નવા સામાન્ય પોશાકનો હિસ્સો બની ચૂક્યો છે. ત્યારે ઇઝરાયલી જ્વેલરી કંપની એ જાહેરાત કરી છે કે તેઓ એક એવા માસ્ક પર કામ કરવામાં વ્યસ્ત છે, જે દુનિયાનું સૌથી મોંઘું કોરોના વાયરસ માસ્ક હશે. કારણ કે આ એક સોનાનું માસ્ક હશે, જેમાં હીરા જડેલા હશે.

આ માસ્કને 18 કેરેટના સફેદ સોનાના ફેસ માસ્કને 3600 સફેદ અને કાળા હીરાથી શણગારવામાં આવશે અને ટોપ રેટેડ N 99 ફિલ્ટર તેની સાથે લગાવવામાં આવશે. ઓર્ના અને ઇસહાક લેવીની સાથે યવેલના માલિકો અને ડિઝાઇનરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આ માસ્કની કિંમત લગભગ 15 લાખ ડૉલર છે, જે લગભગ 11 કરોડ રૂપિયા થાય છે.
આપણે જાણીએ છીએ કે નાણાથી કદાચ બધું નહીં ખરીદી શકાતું, પરંતુ તેનાથી એક ખૂબ મોંઘું COVID-19 ફેસ માસ્ક ખરીદી શકાય છે, જેને વ્યક્તિ પહેરીને ચારેય તરફ ફરી શકે છે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે, તો તેનાથી ખુશ થવું જોઇએ.

આ માસ્કના નિર્માતાઓનું કહેવું છે કે જે માસ્કનું વજન 270 ગ્રામ હશે, તેને પહેરવામાં સહજતા નહીં રહે. જોકે, લેનારએ કહ્યું કે, તેઓ તેને પોતે નહીં પહેરે. પરંતુ તેઓ આ અવસર માટે આભારી છે.