મોદી સરકારે પશુપાલન અને દૂધ ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે પણ 4 ટકાના વ્યાજ પર 3 લાખ રૂપિયા સુધીની લોન મળશે..

મોદી સરકાર એ ખેતીની જેમ જ પશુપાલન ઉપર પણ ભાર મૂકવાનું શરૂ કરી દીધું છે. લૉકડાઉનમાં આ બંનેના કામ અન્ય ક્ષેત્રોથી સારા રહ્યા છે. એવામાં હવે સરકાર પશુપાલન અને દૂધ ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે પણ 4 ટકાના વ્યાજ પર 3 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો પ્લાન બનાવી રહી છે.

નોંધનીય છે કે બેંક 9 ટકાના દરે કૃષિ લોન આપે છે. જેમાં 2 ટકા સરકાર છૂટ આપે છે. જો સમયસર પૈસા ભરી દેવામાં આવે તો 3 ટકાની વધુ છૂટ મળે છે.તેમને સસ્તી લોન મળવાથી આ સેક્ટરમાં રોકાણ અને રોજગાર વધશે. આ ક્ષેત્રથી લગભગ 7 કરોડ લોકોની આજીવિકા ચાલે છે, જેમાં મોટાભાગના ભૂમિહીન લોકો છે.

તેમજ સરકારનો પ્રયાસ છે કે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો કોઈ શાહૂકારે બદલે સરકાર પાસેથી સસ્તા દરે લોન લઈને પોતાનું કામ આગળ વધારે. તેના માટે આગામી બે મહિનામાં ઓછામાં ઓછા 1.5 કરોડ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માંગે છે. તેના માટે અભિયાન 31 જુલાઈ સુધી ચાલશે.ઇન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ગુજરાતમાં વર્ગીસ કુરિયન સેન્ટર ઓફ એક્સેલન્સના સલાહકાર સંદીપ દાસ કહે છે કે આ સારી વાત છે કે સરકાર ખેતીની સાથોસાથ હવે ડેરી સેક્ટર સાથે જોડાયેલા લોકોની જરૂરિયાતને પણ સમજવા લાગી છે.

પશુપાલન અને ડેરી વિભાગે કેસીસી બનાવવાના અભિયાનને મિશન રૂપે લાગુ કરવા માટે નાણાકીય સેવા વિભાગની સાથે મળી તમામ સ્ટેટ મિલ્ક યૂનિયનોને પહેલા જ જાણકારી આપી દીધી છે.આ અભિયાનના પહેલા ચરણમાં તે તમામ ખેડૂતોને કવર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે જે ડેરી સરકારી સમિતિઓના સભ્ય છે. વિભિન્ન દૂધ સંઘો સાથે જોડાયેલા છે અને જેમની પાસે કેસીસી નથી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *