આ ધારાસભ્યએ કહ્યું કે, સરકારને સારું લગાડવા ઓછા ટેસ્ટ કરવાની ફરજ પડાય છે..!!

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દૈનિક આંક ૬ લાખની નજીક પહોંચવામાં આવ્યો છે. ત્યારે દૈનિક નોંધાતા કેસમાં મામૂલી ઘટાડો જાેવા મળ્યો છે. ત્યારે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય સરકાર ઉપર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું છે કે સરકાર જાણી જાેઇ ટેસ્ટિંગ કરતી નથી અને જેના કારણે કેસ ઓછા નોંધાય છે.

ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકાના કલેકટર પણ ભાજપના રબર સ્ટેમ્પ ની જેમ વર્તન કરી રહ્યા છે સરકાર ને સારું લગાડવા આરોગ્ય કર્મચારીઓ ને ઓછા ટેસ્ટ કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. ધારાસભ્યના હોદ્દાની પણ કલેકટર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. પ્રભારીમંત્રી સહિતની મીટીંગોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાજર રાખવામાં આવતા નથી. તેવા પણ તેમણે આક્ષેપ કર્યા છે આ અંગે તેમણે મુખ્ય સચિવને કલેકટર વિરુદ્ધ ફરિયદ પણ કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે સરકારની જાહેરાત બાદ પણ લેબ અને વધુ ૨૫ વેન્ટિલેટર જોઆગામી ૧૨ તારીખ સુધીમાં મુકવામાં નહીં આવે તો ચોક્કસ મુદતના ઉપવાસ શરૂ કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે જામનગર ગ્રેઇન માર્કેટ દ્વારા એક સપ્તાહ માટે આંશિક બંધનો ર્નિ ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રીન માર્કેટ આગામી સોમવાર થી શુક્રવાર સુધી આંશિક બંધ રહેશે જ્યારે શનિ-રવિ સંપૂર્ણપણે બંધ રહેશે. સોમવારથી શુક્રવાર સુધી સવારનાં આઠ થી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.