કોરોના વાયરસ મહામારીની વચ્ચે રેલ મંત્રાલયએ ફરી એકવાર નવી એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં રેલવેએ લોકોને અનેક પ્રકારની અપીલ કરી છે. રેલવેએ પહેલાથી ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકો, ગર્ભવતી મહિલાઓ, નાની ઉંમરના બાળકો અને વૃદ્ધોને મુસાફરી કરવાથી બચવાની સલાહ આપી છે.
તેમજ ગંભીર રોગથી ગ્રસ્ત, ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો શ્રમિક સ્પેશલ ટ્રેનોમાં ખૂબ જરૂરી હોય તો જ મુસાફરી કરે. રેલ પરિવાર મુસાફરોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે દોડાવવામાં આવી રહેલી શ્રમિક સ્પેશલ ટ્રેનોમાં અનેક લોકોનાં મોત બાદ રેલવેએ આ ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવ્યો છે.

રેલવેએ કહ્યું કે એ જોવામાં આવી રહ્યું છે કે કેટલાક એવા લોકો પણ શ્રમિક સ્પેશલ ટ્રેનોથી મુસાફરી કરી રહ્યા જે પહેલાથી જ આવી બીમારીઓથી પીડિત છે. જેનાથી કોવિડ-19 મહામારી દરમિયાન તેમના સ્વાસ્થ્યને ખતરો વધી જાય છે.મુસાફરી દરમિયાન પૂર્વ ગ્રસ્ત બીમારીઓથી લોકોના મૃત્યુ થવા ખૂબ દુર્ભાગ્યપૂર્ણ મામલા પણ મળી રહ્યા છે.
રેલ મંત્રાલયે અપીલ કરી છે કે પૂર્વ ગ્રસ્ત બીમારી જેમ કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની બીમારી, કેન્સર અને ઓછી પ્રતિરોધક ક્ષમતા વાળા વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી ઉપરના વૃદ્ધ પોતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જ્યાં સુધી ખૂબ જરૂરી ન હોય રેલ મુસાફરીથી બચે.