હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની કરી આગાહી

ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આગામી બે દિવસ મુશળધાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત ‘ગુલાબ’ ને કારણે દક્ષિણ ગુજરાત ઉપર લો પ્રેશર એરિયા બન્યો છે, જે આગામી 24 કલાકમાં ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.

માછીમારોને 2 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ચક્રવાતને ધ્યાનમાં રાખીને, ગુજરાત મેરીટાઇમ બોર્ડે તમામ મોટા અને નાના બંદરો માટે ત્રણ નંબરની ચેતવણી જારી કરી છે. રાજ્યના તમામ 13 દરિયાકાંઠાના જિલ્લાઓને આગામી બે દિવસ માટે એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

દરમિયાન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો – અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નવસારી, વલસાડ અને તાપીમાં મુશળધાર વરસાદ પડ્યો, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા. રાજ્યના ભાદર, ઉકાઈ અને મચ્છુ જેવા અનેક ડેમોની જળ સપાટી સામાન્ય કરતાં વધી ગઈ છે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.