તાલુકો લાઠી જિલ્લા અમરેલીમાં આવેલું ગામ જરખિયાનાં.જ્યાં લોકોની સેવા માટે સુરત શહેરની સેવા સંસ્થાનાં યોદ્ધાઓ અને તબીબી સભ્યો સાથેની ટીમ વતનની વ્હારે અભિયાનમાં ગામડે ગામડે જઈ ને ઉત્તમ પ્રકારની સેવા આપી રહી છે. તેમાં કેટલાક તબીબી સભ્યો એવા હતા કે જેમણે એમનું વતન પહેલી વખત જોયું હોય.
એવા જ એક તબીબી સભ્ય ડો. નરેન્દ્રભાઈ પટેલનું ગામ જરખિયામાં શેરીઓની વચ્ચે બેસી ગામમાં રહેલા દર્દીઓને તપાસ કરી તેમજ દવા અને જરૂરી માર્ગદર્શન આપી ગ્રામજનોની સેવા કરી હતી. વાસ્તવમાં ગામડાઓમાં દિવાળી પર જોવા મળતા દ્રશ્યોની અનુભૂતિ અત્યારે થઈ હતી.
આ કાર્યમાં ડો. નરેન્દ્રભાઈ પટેલ (ગામ જરખીયા) ની સાથે ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. રમેશભાઈ નકુમ, ડો. ચેતનભાઈ વાઘાણી એ પણ ત્યાં દર્દીઓની સારવાર કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે મારુતિ વીર જવાન યુવા ટીમનાં સભ્યો કરૂનેશભાઈ રાણપરિયા, હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા, જીતુભાઈ શેલડીયા, કેનિલભાઈ ગોળકીયા, નિલેશભાઈ ઘેવરિયા, સનીભાઈ સોજીત્રા ની સાથે વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા અને ટીમના અન્ય સભ્યો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.