મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને 31મી જુલાઇ સુધી લૉકડાઉન લંબાવ્યું..

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને 31મી જુલાઇ સુધી લૉકડાઉન લંબાવી દીધું છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોવિડ 19ના કેસને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરના વડપણ હેઠળની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારે આ નિર્ણય કર્યો છે.

સરકારે આદેશ કર્યો છે કે ઇમરજન્સી, સ્વાસ્થ્ય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ તેમજ સરકારી કાર્યાલય 15 ટકા ક્ષમતા અથવા 15 વ્યક્તિ સાથે કામ કરી શકશે. તમામ ખાનગી ઓફિસો 10 ટકા સ્ટાફ અથવા 10 વ્યક્તિ જે વધારે હોય તેની સાથે કામ કરી શકશે.

મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે સરકાર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને અમુક વસ્તુઓ અને વ્યક્તિઓની આવ-જા રોકવા માટેનો આદેશ કરી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યુ હતુ કે 30 જૂન પછી પણ રાજ્યમાં પ્રતિબંધ ચાલુ જ રહેશે. ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ટીવીમાં સંબોધન કરતા કહ્યુ હતુ કે 30 જૂન પછી રાજ્યમાં લૉકડાઉન અંગે લાગૂ કરવામાં આવેલા નિયમ ચાલુ રહેશે.

ઠાકરેએ લૉકડાઉનમાં ઢીલ આપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યાર બાદ ઠાકરેએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, “શું 30 જૂન પછી લૉકડાઉન હટાવવામાં આવશે? સ્પષ્ટ જવાબ ‘ના’ છે.”તેમણે કહ્યુ કે અર્થવ્યવ્થાને ફરીથી પાટા પર લાવવા માટે અનલૉકની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ કરવામાં આવી છે. જેને ‘મિશન બિગિન અગેન’ નામ આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે 30 જૂન પછી અમુક પ્રતિબંધ થોડા હળવા કરાશે, ધીમે ધીમે વધારે ઢીલ આપવામાં આવશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *