ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને કારણે સદનસીબે જાનહાની થઈ નથી અને આજે પણ પવન નું જોર રહશે. પંકજ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. જેમાં માહિતી આપતા જણાવ્યું છે કે, રાતે 9 વાગે ઉના પાસે લેન્ડફોલ કર્યું હતું. જેમાં સૌથી વધારે અસર જાફરાબાદ, પીપાવાવ, ઉના અને ગીર-ગઢડા પંથકમાં થઈ છે.
તે સમયે વાવાઝોડાની સ્પીડ 150થી 175 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ સમયે કંટ્રોલ રૂમમાં મુખ્યમંત્રી હાજર હતા. અમુક જગ્યાએ પાવર કટ થઈ ગયા હતા. દરિયામાં 5 મીટર સુધી ઊંચા મોજા ઉછડ્યા હતા. આ આફતમાં કોઈને જાનહાનિ થઈ નથી. વાવાઝોડાની આઇ પસાર થઈ ગઈ છે અને ટેલ બાકી છે.
સમગ્ર રાજ્યના 21 તાલુકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, આજે વાવાઝોડું પસાર થશે. અમારી વાવાઝોડા સામેની તૈયારી અને નિમણૂક ચાલુ રહેશે. વાવાઝોડાને કારણે ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત આજે તીવ્ર પવન રહેશે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…