હાઇકોર્ટએ ગુજરાત સરકાર ને આ રીતે ખખડાવી વાંચો અહીં…

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન વતી પર્સી કવિનાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણની ચેન તોડવા માટે સરકાર પાસે કોઈ આયોજન નથી. સરકારમાં લીડરશિપનો પણ અભાવ જોવા મળે છે. સરકારે કંઈ વિચાર્યા વિના કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો કરી દીધો છે. આ સાથે જ મોતના આંકડાનું અંડર રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, જેમને કોવિડની કામગીરી સોંપવામાં આવી છે, તે આશાવર્કર બહેનો અને MBBSમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું હજુ સુધી વૅક્સિનેશન નથી કરવામાં આવ્યું. આથી તેમનું પ્રાથમિક ધોરણે રસીકરણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. વૅક્સિનેશન મામલે સરકારનું કોઈ પ્રોપર પ્લાનિંગ નથી.

સરકાર માત્ર માહિતી આપવાનું જ કામ કરે છે, પરંતુ સંપૂર્ણ માહિતી આપતી નથી. રિયલ ટાઈમ પર માત્ર બેડ જ નહીં, તમામ માહિતી ડેશબોર્ડ પર મૂકવી જોઈએ. માત્ર બેડ નહીં, ઑક્સિજનના કેટલા અને વૅન્ટિલેટરના કેટલા બેડ ખાલી તેની પણ માહિતી મળવી જોઈએ.

જ્યારે સિનિયર એડવોકેટ મિહિર ઠાકોરે મ્યુકર માઈકોસિસ મુદ્દે રજૂઆત કરતા જણાવ્યું કે, હાલમાં આ રોગના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે તેના ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આ રોગની સારવાર માટે એક ઈન્જેક્શન 7000 રૂપિયાનું આવે છે અને દર્દીને 100 જેટલા આપવા જરૂરી છે. એવામાં હાલ સરકાર પાસે માત્ર 5000 જેટલા જ ઈન્જેક્શનો છે.

કેન્દ્ર તરફથી મળતો રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો પણ દિન-પ્રતિદિન ઘટી રહ્યો છે. રેમડેસિવિરની કાળાબજારીયાઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. હાલ રાજ્યમાં એવી સ્થિતિ છે કે, રેમડેસિવિલનો આજે ઓર્ડર કરો, તો બીજા દિવસે તે દવા દર્દીને મળે છે.

બીજી તરફ એડવોકેટ જનરલે રજૂઆત કરી કે, કોરોના વાઈરસની ચેન તોડવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ ઘટ્યા, તે વાત સાચી, પરંતુ જેમનામાં કોરોનાના કોઈ લક્ષણ ના હોય તેવા લોકો ટેસ્ટિંગ નથી કરાવતા. આથી ટેસ્ટિંગની સંખ્યા ઘટી હોય તેમ લાગી રહ્યુ છે. રાજ્યની 15 યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ શરૂ થઈ ગયા છે, જ્યારે અન્ય 6 યુનિવર્સિટીમાં આગામી અઠવાડિયામાં ટેસ્ટિંગ શરૂ થઈ જશે. આ સાથે રાજ્યમાં ઑક્સિજનની માંગ ઘટી છે.

જેની સામે કોર્ટે સવાલ પૂછ્યો કે, જ્યાં પુરતી સુવિધાઓ નથી ત્યાં અને ગ્રામીણ વિસ્તારોમાં પોઝિટિવ કેસો સતત વધી રહ્યાં છે. તેના માટે શું તૈયારી છે?આ જવાબની પુરતી વિગતો ભરીને સોગંદનામુ રજૂ કરો. corona situation in gujarat

જસ્ટિસ ભાર્ગવ કારિયાએ જણાવ્યું કે, અમારી પાસે રહેલી માહિતી મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. એક ગામમાં દરરોજ 4-5 લોકો મોતને ભેટી રહ્યાં છે. ગામડાઓમાં લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અંગેની પણ જાણકારી નથી હોતી. આ માટે સરકાર શું કરી રહી છે?

રેમડેસિવિર ઈન્જેક્શનની અછત મુદ્દે જસ્ટિસ કારિયાએ સરકારને સવાલ પૂછ્યો કે, દરરોજ 25 હજાર રેમડેસિવિરની જરૂર છે, જેની સામે 16,115 જ ઈન્જેક્શનો મળી રહ્યા છે. શું સરકાર ઈન્જેક્શનના અભાવે દર્દીઓને મરવા દેશે? આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન દેખાતું નથી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.