ગુજરાત સરકારે પેટ્રોલ ડીઝલની લૂંટ થકી આટલી કરી છે કમાણી..

ગુજરાતની ભાજપ સરકારે બે વર્ષમાં પેટ્રોલ 8381.96 કરોડ અને ડીઝલ પર 18530.26 કરોડ જેટલો ભારે વેરો વસૂલી મોંઘવારીમાં જનતાની મુશ્કેલી વધારી હોવાનું ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે. સામાન્ય અને મધ્યમ વર્ગને મોંઘવારીનો માર આપી છેતરપીંડી કરનારી ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું છે કે, ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં 25 ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન થઇ છે અને મોંઘવારી આસમાને પહોંચી છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન એમ કહેતા કે 100 દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટું જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ 100 થી 420 ટકાનો વધારો થઈ ગયો છે. ભાજપ સરકારના મળતીયા ઉદ્યોગપતિને લાભ થાય તે માટે સી.એન.જી. માં 44 વખત ભાવ વધારો ઝીંકીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગની કમર તોડ મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત છે.

કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલ પર બેફામ ટેક્ષથી 6 વર્ષમાં ખજાનાની આશરે 300 ટકા કમાણીમાં વધારો કર્યો છે. સાત વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એકસાઇઝમાં વધારો ઝીંકી મધ્યમ વર્ગનું જીવન ધોરણ ખોરવાયું છે. ત્યારે દેશમાં સતત પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા અને એલ.પી.જી. સીલીન્ડરની બેફામ લુંટ પર આકરા પ્રહાર કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપા સરકાર દેશની જનતાના પરસેવાની કમાણી પર લુંટ ચલાવી રહી છે.

ફેબ્રુઆરી મહીનામાં જ ચાર વખત એલ.પી.જી. સીલીન્ડરમાં ભાવ વધારો ઝીંકતા કીંમત રૂ. 826 થઈ જવા પામી છે. સિલિન્ડરની કીંમતમાં રાહત આપતી સબસીડી બંધ કરી અને અસહ્ય ભાવ વધારાની ઉઘાડી લૂંટનો ભોગ મધ્યમવર્ગની ગૃહીણીઓ, મહિલાઓ બની રહી છે. છેલ્લા ત્રણ મહિના જેટલા ટૂકાગાળામાં એલ.પી.જી. સિલિન્ડરની કીંમતમાં 200 રૂપિયા જેટલો વધારો કરી ભાજપ સરકારે કરોડો રૂપિયા લૂંટી તિજોરી ભેગા કરી દીધા છે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 88 રૂપિયાને પાર અને ડીઝલની કિંમત રૂપિયા 87ને પાર થઈ ગઈ છે. પેટ્રોલ – ડીઝલ પર રૂ. 21,50,00,000 રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવાવાળી ભાજપા સરકાર દેશને જવાબ આપે. માત્ર દશ મહિનામાં 2.94 લાખ કરોડ રૂપિયા ઊઘરાવ્યા છે.

“અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનારી ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે. ત્યારે ભાજપ સરકાર-મોદી સરકારની જનવિરોધી નિતીને કારણે ગુજરાત અને દેશના નાગરિકો સતત હાલાકી ભોગવી રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઈએ તો દેશના 125 કરોડ નાગરિકોને પેટ્રોલ –રૂ. 40 અને ડિઝલ રૂ. 32ના ભાવે આપી શકાય તેમ છે પણ, મોદી સરકારની જનવિરોધી નિતીના પરિણામે ઓઈલ કંપનીઓ કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથ વસૂલ કરીને મોટી નફાખોરી કરી રહ્યાં છે અને ભાવ ઘટાડાનો લાભ દેશના સામાન્ય નાગરિકને આપવામાં આવતો નથી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *