ભાજપ સરકારે સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલી એસ.ટી.ને સરકારે 9 કરોડ ચૂકવવાના બાકી…!!

ગુજરાત રાજ્યની ભાજપ સરકારે સરકારી અલગ અલગ કાર્યક્રમો માટે એસટી બસોનો ઉપયોગ કર્યો છે. પરંતુ નિગમને ચૂકવવા પાત્ર થતું ભાડુ હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી. છેલ્લા બે વર્ષ એટલે કે વર્ષ 2019 અને 2020 દરમ્યાન રાજય સરકારે ભાડે લીધેલી એસ.ટી. નિગમની બસોના ભાડા પેટે 9 કરોડ 70 લાખ રૂપિયા હજુ ચૂકવ્યા નથી. એટલું જ નહીં બાકી ચૂકવણી પત્ર વ્યવહાર કરી વસુલવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરીમાં દાહોદના ધારાસભ્ય વજેસિંગ પણદા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે લેખિત પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ એટલે કે છેલ્લા બે વર્ષ દરમ્યાન સરકાર દ્વારા સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલી એસટી બસોના ભાડાની રકમ કેટલી બાકી છે. અને અત્યારસુધીમાં કેટલી રકમ ચૂકવી છે ?

તો બીજી તરફ રાજય સરકારના વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ લેખિત ઉત્તરમાં સ્પષ્ટતા કરી છે કે વર્ષ 2019માં રાજય સરકારે ભાડા પેટે ચુકવવાની થતી રકમ 19,69,629 પૈકી 12 લાખ 65 હજારની રકમ ચુકવાઈ છે, જ્યારે હજુ પણ 7 લાખથી વધુની રકમ ચુકવાઈ નથી.

તો બીજી તરફ વર્ષ 2020 દરમિયાન સરકારી કાર્યક્રમો અંતર્ગત એસટી નિગમની બસો દોડાવવામાં આવી હતી જે અંતર્ગત 11 કરોડ 77 લાખથી વધુની રકમ ભાડા પેટે ચુકવવાની થાય છે જે પૈકી વર્ષ 2020માં જ સરકારે 2 કરોડ 14 લાખની રકમ ચૂકવી છે અને હજુ પણ આ રકમ પૈકી 9 કરોડ 63 લાખથી વધુ રકમ નહીં ચુકવાઈ હોવાનો સ્વીકાર આર.સી.ફળદુ એ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો માટે નિગમની બસો દોડાવવામાં આવે છે ત્યારે સરકારે પોતાના જ નિગમને છેલ્લા બે વર્ષના 9 કરોડ 70 લાખથી વધુ ભાડુ હજુ સુધી ચૂક્યું નથી જેના કારણે એસ.ટી.નિગમ ઉપર આર્થિક બોજ આવી ગયો છે. ગુજરાત રાજ્યમાં મુસાફરોના અવગમન માટે સતત દોડતી નિગમની એસ.ટી. બસો સારી અને સુંદર સેવાઓ આપે છે. તો બીજી તરફ નિગમ ખોટ કરતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે ખુદ ભાજપ સરકાર દ્વારા સરકારી કાર્યક્રમો માટે દોડાવેલી એસટી બસોનું માતબર રકમનું ભાડુ હજુ સુધી નહીં ચૂકવ્યુ નથી.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.