ભારતમાં ફેબ્રુઆરી સુધીમાં મળી શકે છે કોરોનાની રસીની પહેલો જથ્થો, આટલા સમયમાં તમામને લાગશે રસી

નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલના જણાવ્યાનુંસાર એસ્ટ્રાજેનકાને જો બ્રિટનમાં વૈક્સીનના ઈમરજેન્સી ઉપયોગને મંજૂરી મળે છે તો ભારતમાં આના પ્રકારના વિચાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો એવું થાય છે તો ભારતમાં આવતા વર્ષની શરુઆતમાં રસી ઉપલબ્ધ થશે. ભારતમાં આશાસ્પદ રસીનું ત્રીજા ચરણ પુરુ થતા પહેલા મંજૂરી મળી શકે છે. આ રસીને પહેલા ફ્રન્ટલાઈન વર્કસ જેમ કે ડૉક્ટર, નગરપાલિકાના કાર્યકર્તાઓને આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર સીરમ ઈન્સ્ટીટ્યૂટને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ સંસ્થા ટ્રાયલની વચ્ચે શરુઆતના પરિણામના આધારે કોઈ રસીનો ઉપયોગ કરવાની મંજૂર આપે છે તો તેને ઈમરજન્સી મજૂરી કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતુ કે રસી ફેબ્રુઆરી સુધી બજારમાં આવી જશે. 2021ના પહેલા ક્વાર્ટરમાં રસીની લગભઘ 30થી 40 કરોડ ખોરાક ઉપલબ્ધ થઈ જશે. તેણે કહ્યું હતું કે સ્વાથ્ય કર્મીઓ અને વુદ્ધોને માટે ઓક્સફોર્ડની કોરોનાની રસી આવતા ફેબ્રુઆરી અને સામાન્ય લોકો માટે ફેબ્રુઆરીના એપ્રિલ સુધી ઉપલબ્ધ થઈ જશે. 2024 સુધીમાં દરેક ભારતીયને રસી લાગી ચૂકી હશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.