ગઇકાલે રક્ષાબંધન ના પવિત્ર દિવસે જ એક ભાઈએ પોતાની બહેન ગુમાવી છે.જેતપુરના અમરાપર ગામનાં હર્ષિતાબેન અજાણા સવારે તેમના ભીજે રાખડી બાંધવા ગયા હતા. પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હર્ષિતાબેન ને ખબર ન હતી કે આ તેમના ભાઈ સાથે ની છેલ્લી મુલાકાત જ હશે.
જેતપુર તાલુકાના અમરાપર ગામનાં વતની અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરક બજાવતા હર્ષિતાબેન અજાણા આજે રક્ષાબંધન હોય સવારે હોંશભેર નાના લડલા ભાઈ પરેશની રક્ષા માટે રાખડી બાંધતા હતાં. ત્યારે તેને ક્યા ખબર હતી કે બહેન ભાઈની આ છેલ્લી મુલાકાત હશે. તેઓ રાખડી બાંધીને ફરજ પર એક્ટિવા લઇને નીકળ્યા હતા ત્યારે બાઇકે અડફેટે લેતા તેનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાય ગયો છે.
અમરાપરથી જેતપુર પોતાનાં એક્ટિવા પર ફરજ પર જઈ રહેલા હર્ષિતાબેનને સામેથી પૂરપાટ આવતા બાઇક ચાલકે અડફેટે લેતાં દૂર ફંગોળાય પડ્યા હતાં. લોહી નીકળતી હાલતમાં તેમને જેતપુર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લાવવામાં આવ્યા,ટક્કર એટલી ગંભીર હરી કે તેમને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા જો કે ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ,તાલુકા પોલીસ બેડામાં અને નાનકડા એવા અમરાપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હર્ષિતાબેન કન્ડક્ટર અને તલાટીની પરીક્ષામાં પણ ખૂબ સારા રેન્ક સાથે પાસ થયા હતા. ત્યારબાદ પોલીસ ભરતી આવતા તેમાં પણ સારા રેન્ક સાથે ઉત્તિર્ણ થતા જેતપુર તાલુકામાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટિંગ મળ્યુ હતું.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…