કોરોનાના કહેર વચ્ચે IPL રદ્દ, ક્રિકેટરો અને અન્ય લોકોને ચેપ લાગ્યા બાદ નિર્ણય

કોરોના વાયરસના વધી રહેલા કહેર વચ્ચે આઇપીએલ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છએલ્લા કેટલાક દિવસોથી આઇપીએલની કેટલીક ટીમની અંદર કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા હતા. ત્યારબાદ BCCI દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અનેક ખેલાડીઓ અને આઇપીએલ સાથે જોડાયેલા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આમ પણ દેશ જ્યારે આ કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે આઇપીએલ શરુ રાખવાનો કેટલાક લોકો વિરોધ કરતા હતા.

કોરોનાના કહેર વચ્ચે BCCI દ્વારા મજબૂત બાયો બબલનો દાવો કરવામાં આવ્યો હતો, જેનાથી ખેલાડોને બચાવી શકાય. તેવામાં માત્રે 29 મેચ જ સફલતાપૂર્વક થઇ શક્યા. ચેન્ન્ઇ અને મુંબઇના તમામ મેચો પુરા થયા અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સીઝનની 30મી મેચ ના રમાઇ શકી.

કોરોના સંકટની ગંભીરતાને જોઇને આઇપીએલની આ સિઝન રદ્દ કરવામાં આવી છે. ચાર અલગ અલગ ટીમોની અંદર કરોના કેસ મળ્યા છે. દિલ્હી કૈપિટલ્સના અમિત મિશ્રાનો રિપોર્ટ આજે જ પોઝિટિવ આવ્યો છે. તો આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ઋદ્ધિમાન સાહા પણ કોરોના પોઝિટવ થયા હતા. તો કોલકાતાના બે ખેલાડીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણવ્યું કે આઇપીએલની આ સિઝનને સસ્પેન્ડ કરવામાં આવે છે.

ભારત જ્યારે કોરોના વાયરસની બીજી અને ઘાતક લહેરનો સામનો કરી રહ્યું છે, ત્યારે આઇપીએલના આયોજન પર સાવલ ઉઠી રહ્યા હતા. આ પહેલા જ ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ આઇપીએલ છોડી ચુક્યા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.