ગુજરાતમાં તોળાઈ રહ્યું છે આ ખતરનાક રોગ નું સંકટ.. ભારતમાં સોંથી વધુ કેસ ગુજરાતમાં…

ભારત દેશ માં કોરોના નું સંકટ આવ્યા બાદ નવો એક રોગ નું સંકટ તોળાઈ રહ્યું છે. અને તે રોગ નું નામ છે મ્યુકરમાઇકોસીસ અને તેની સારવાર નો ખર્ચ પણ ખૂબ મોટો આવે છે અને તે સોંથી વધુ ગુજરાત માં ફેલાયો છે.દેશમાં મ્યુકરમાઇકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. દેશમાં મ્યુકરમાઇકોસિસના કુલ 8848 દર્દીઓ છે જેમાંથી ગુજરાતમાં જ માત્ર 2281 દર્દી આ મહામારીના જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મ્યુકરમાઇકોસિસના દર્દી જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં 2281 મ્યુકરમાઇકોસિસના દર્દી છે. જ્યારે બીજા નંબર પર મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં આ મહામારીના 2000 દર્દી જોવા મળી રહ્યા છે. ત્રીજા નંબર પર આંધ્ર પ્રદેશ છે. આંધ્ર પ્રદેશમાં 910 મ્યુકરમાઇકોસિસના દર્દી છે. મધ્ય પ્રદેશમાં 720, રાજસ્થાનમાં 700, કર્ણાટકમાં 500, તેલંગાણામાં 350 અને હરિયાણામાં 250 મ્યુકરમાઇકોસિસના દર્દી છે. દેશમાં મ્યુકરમાઇકોસિસના 8848 કેસ છે.

ગુજરાતમાં કોરોના પછી મ્યુકરમાયકોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં બ્લેકફંગસથી 23 વર્ષીય યુવાનનું મોત થયુ છે. અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઇકોસિસના તમામ આઠ વોર્ડ ફુલ થવાના આરે છે. અમદાવાદ સિવિલમાં દરરોજ આ મહામારીને કારણે સરેરાશ 2 લોકોના મોત થઇ રહ્યા છે જ્યારે રાજકોટ અને સુરતની સ્થિતિ પણ ચિંતાજનક છે. સુરતમાં મ્યુકરમાઇકોસિસને કારણે અત્યાર સુધી 12 દર્દીના મોત થઇ ચુક્યા છે. વડોદરામાં મ્યુકરમાઇકોસિસના 163 કેસ છે. જ્યારે રાજકોટમાં 492 દર્દીઓ સારવાર હેઠળ છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.